તેલંગાણાઃ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા મંગળવારે બહાર પડાયેલી એક જાહેરાતમાં જણાવાયું છે કે, તેલંગાણા રાજ્યની તમામ 119 વિધાનસભા બેઠકો માટે રિટર્નિંગ અધિકારીઓએ પોતપોતાની રિપોર્ટ પ્રસ્તુત કરી છે, જે અનુસાર 13 નવેમ્બરે 606 ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા ઉમેદવારી પત્રોને વિવિધ નિયમોના આધારે રદ્દ કરવામાં આવ્યાં છે.
Telangana polls: તેલંગાણામાં 606 ઉમેદવારોનું ચૂંટણી લડવાનું સપનું રોળાયું, 2,898 ઉમેદવારી પત્રોમાંથી 606 ઉમેદવારીપત્ર રદ્દ કરતું ચૂંટણી પંચ
30 નવેમ્બરે યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચાતા પહેલાં કુલ 2,898 ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જોકે, ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન 606 ઉમેદવારોના ઉમેદવારી પત્રને રદ્દ કરી નાખવામાં આવ્યા હતા. જેથી આ 606 ઉમેદવારો હવે ચૂંટણી નહીં લડી શકે. 119 બેઠકો ધરાવતી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, અને 3 ડિસેમ્બર પરિણામ જાહેર થશે.
By PTI
Published : Nov 15, 2023, 9:32 AM IST
|Updated : Nov 15, 2023, 11:59 AM IST
606 ઉમેદવારી પત્રો રદ્દઃ30 નવેમ્બરે યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પરત ખેંચાતા પહેલાં કુલ 2,898 ઉમેદવારી પત્રો ભરાયા હતાં. જોકે, ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન 606 ઉમેદવારોના ઉમેદવારી પત્રને રદ્દ કરી નાખવામાં આવ્યા હતા. જેથી આ 606 ઉમેદવારો હવે ચૂંટણી નહીં લડી શકે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા 3 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી, જ્યારે 10 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરીને દાખલ કરવા માટેની અંતિમ તારીખ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023 છે.
30 ડિસેમ્બરે મતદાનઃ ગજવેલ વિધાનસભા મતવિસ્તારમાં 154 ઉમેદવારો માંથી સૌથી વધુ 145 ઉમેદવારોએ ઉમેદાવારી નોંધાવી છે. જેમાથી 13 ઉમેદવારોની ઉમેદવારી રદ્દ કરવામાં આવી છે. બીઆરએસ અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર રાવ જ્યાં કામારેડ્ડીથી ચૂંટણી લડી રહ્યાં છે, ત્યાં 92 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ્દ કરી નાખવામાં આવ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, 119 વિધાનસભા બેઠક ધરાવતી તેલંગાણા વિઘાનસભાની ચૂંટણી માટે આગામી 30 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, જ્યારે 3 ડિસેમ્બરના રોજ મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.