હૈદરાબાદ :તેલંગાણા BJP પ્રમુખ બંદી સંજય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના સેન્ડલ હાથમાં લઈને દોડતા અને પછી પગ પાસે મૂકતા જોવા મળી (Bandi Sanjay Fetching Amit Shah Shoes) રહ્યા છે. જાણાવી દઈએ કે, બંડી સંજય કુમાર પણ સંસદ સભ્ય છે. વાયરલ વિડિયો સિકંદરાબાદના ઉજ્જૈની મહાકાલી મંદિરનો છે, જ્યાં સંજય ગૃહપ્રધાન સાથે બહાર આવ્યા અને તેમના સેન્ડલ લેવા દોડ્યા અને પછી અમિત શાહની સામે મૂક્યા (BJP Leader Fetching Amit Shah Shoes) હતા.
આ પણ વાંચો :એ કોણ વ્યક્તિ, કે જેના કારણે પાટિલને ભાષણ અધૂરું છોડવું પડ્યું...
ભાજપના ગુલામ હોવાનો આરોપ :શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) અને કોંગ્રેસ પક્ષના નેતાઓએ સંજય કુમારને દિલ્હી અને ગુજરાતના નેતાઓના 'ગુલામ' ગણાવ્યા અને તેલંગાણાના સ્વાભિમાનની રક્ષા કરવા હાકલ કરી હતી. TRSના નેતાઓએ સંજયને ઉગ્ર રીતે ટ્રોલ કર્યો હતો, તે અનેકવાર TRS નેતાઓને મુખ્યપ્રધાન અને TRS પ્રમુખ કે. ચંદ્રશેખર રાવના ગુલામ હોવાનો આરોપ લગાવતા જોવા મળે છે. રાજ્યના મુખ્ય પ્રધાન KCRના પુત્ર રામા રાવે કહ્યું કે, સમાજના લોકો તેલંગાણાના સ્વાભિમાનનું અપમાન કરનારા અને સ્વાભિમાનના સંરક્ષણને જોખમમાં મૂકનારાઓને બહાર ફેંકવા માટે તૈયાર છે. TRS Attack On Telanagana BJP leader
આ પણ વાંચો :મોદીના ડરથી તેલંગાણાના સીએમ આવ્યા નથી: પીયૂષ ગોયલે કેસીઆર પર નિશાન સાધ્યું
તેલંગાણા સમાજને બદનામ કર્યો :અન્ય TRS નેતા એમ. કૃષ્ણકે ટ્વિટ કર્યું કે, ચપ્પલ લાવવાની ઝડપ અને ફોકસ દર્શાવે છે કે, આવતીકાલે BJP આપણું રાજ્ય અમિત શાહના પગમાં મૂકશે... આવા લોકોથી સાવધાન રહો. તેલંગાણાના AICC પ્રભારી મણિકમ ટાગોરે વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, ભાજપમાં પછાત વર્ગના નેતાની શું સ્થિતિ છે, સત્ય જુઓ. કોંગ્રેસના નેતા અદંકી દયાકરે પણ બંદી સંજય પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યના ભાજપ પ્રમુખે તેલંગાણા સમાજને બદનામ કર્યો છે. bandi sanjay picking Amit Shah Shoes, BJP leader Bandi sanjay Troll