ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tejashwi yadav: રામ મંદિર મોદીજીની જરૂરિયાત છે, રામ ઈચ્છતા હોત તો મંદિર ન બનાવી લેત ? તેજસ્વી યાદવ - તેજસ્વી યાદવ

બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે અમારી લડાઈ ન તો પીએમ મોદી સાથે છે અને ન તો અમિત શાહ સાથે, અમારી લડાઈ મુદ્દાઓ પર છે. અમે મુદ્દાઓ પર વાત કરીએ છીએ. આ દરમિયાન તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મધુબનીમાં એક કાર્યક્રમમાં તેજસ્વી યાદવ
મધુબનીમાં એક કાર્યક્રમમાં તેજસ્વી યાદવ

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2024, 9:19 AM IST

Updated : Jan 4, 2024, 10:12 AM IST

તેજસ્વી યાદવના પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર

મધુબનીઃઅયોધ્યામાં હજારો-લાખો કરોડ રૂપિયા ખર્ચીને ભગવાન રામનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે. રામ મંદિર, મોદીજીની જરૂરિયાત છે. જો રામ ઇચ્છતા હોત તો શું પોતાનું મંદિર ન બનાવી શક્યા હોત ? મોદીજીને રામજી કરતા પણ મોટા દર્શાવવામાં આવી રહ્યાં છે. આ બધી નકામી વાતો છે. મન અને હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ અને નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે બુધવારે મધુબનીમાં આયોજીત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી. જ્યારે તેઓ પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ પ્રોફેસર રામદેવ ભંડારીની પ્રતિમાનું અનાવરણ કરવા માટે મધુબની જિલ્લાના ઝાંઝરપુર આવ્યા હતા.

તેજસ્વી યાદવનો પીએમ મોદીને ટોણોઃ તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું કે મોદીજી માત્ર ભાષણ આપે છે, તેમણે શું કામ કર્યું છે ? દરેકને સરકારી સંસ્થાઓ વેચી નાખી છે. તેમણે ગરીબોના ખાતામાં 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. કાળું નાણું હજી પણ આવ્યું નથી. લલિત મોદી, નીરવ મોદી જેવા લોકો બેંકો લૂંટીને વિદેશ ગયા અને ચોકીદારે શું કર્યું?

અમારી લડાઈ મુદ્દાઓની છે: તેમણે કહ્યું કે અમે મુદ્દાઓની વાત કરીએ છીએ. અમારી લડાઈ મોદીજી સાથે નથી કે અમિત શાહ સાથે નથી. અમારી લડાઈ મુદ્દાઓની લડાઈ છે. અમે મુદ્દાઓ પર વાત કરીએ છીએ, જ્યારે લોકો મુદ્દાઓ વિશે પ્રશ્નો પૂછે છે ત્યારે તેઓ કહે છે કે અમે ખોટું કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ગઠબંધન સરકારે એક દિવસમાં 1.25 લાખ લોકોને નોકરી આપવાનું કામ કર્યું છે. પછી શિક્ષકોને નોકરી આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગમાં અંદાજે 1.5 લાખ નોકરીઓ આપવામાં આવી રહી છે. આટલો વિકાસ થઈ રહ્યો છે.

મધુબનીમાં મૂર્તિ અનાવરણ કાર્યક્રમ: મૂર્તિ અનાવરણના કાર્યક્રમમાં પૂર્વ સાંસદ કેન્દ્રીય મંત્રી દેવેન્દ્ર પ્રસાદ યાદવ, પૂર્વ સાંસદ સુરેન્દ્ર પ્રસાદ યાદવ, પૂર્વ સાંસદ વિશ્વ મોહન મંડળ, પૂર્વ મંત્રી રામ લખન સિંહ રામ રમણ, પૂર્વ ધારાસભ્ય સીતારામ યાદવ, રામાશીષ યાદવ રાજકુમાર યાદવ, પૂર્વ મંત્રી ઉમાકાંત યાદવ, ધારાસભ્ય ભારત ભૂષણ મંડલ સહિત મૂર્તિ અનાવરણના આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

  1. રામ મંદિર પર વિવાદિત નિવેદન આપીને ઓવૈસી મુશ્કેલીમાં ફસાયા, હિન્દુ સેનાએ દિલ્હીમાં નોંધાવી ફરિયાદ
  2. અમિત શાહ લખનઉ આવશે, લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને રિપોર્ટ કાર્ડની કરશે સમીક્ષા
Last Updated : Jan 4, 2024, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details