- એર ઇન્ડિયાની માલિકી હવે ટાટાના હાથમાં
- 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી
- SpiceJetના અજય સિંહને પાછળ છોડ્યા
હૈદરાબાદ: એર ઇન્ડિયા (Air India)ની માલિકી Tata Sonsની થઈ ગઈ છે. કંપનીએ 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવીને સરકારી એરલાઇન્સ ખરીદી લીધી છે. આ સાથે Tata Sonsની પાસે દેશમાં 3 એરલાઇન્સ હશે. સરકાર તરફથી શુક્રવારના એર ઇન્ડિયાના નવા મહારાજા Tata Sons હોવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. સરકારના વિનિવેશ કાર્યક્રમ (Disinvestment Program)ની જવાબદારી જોનારા વિભાગ DIPAMના સચિવ તુહિન કાંત પાંડે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે એક પ્રેસ કોન્ફરન્સમાં આની જાણકારી આપી હતી.
કંસોર્ટિયમે 15,100 કરોડ રૂપિયાની બોલી લગાવી
આ રેસમાં ટાટા સન્સ ઉપરાંત SpiceJetના અજય સિંહના નેતૃત્વવાળું કંસોર્ટિયમ પણ સામેલ હતું. એર ઇન્ડિયા માટે ટાટા સન્સે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી. તો આ રેસમાં સામેલ અજય સિંહના કંસોર્ટિયમે 15,100 કરોડ રૂપિયાની બોલી લગાવી. આ રીતે ટાટા સન્સે 2,900 કરોડ રૂપિયાથી વધારેના અંતરથી એર ઇન્ડિયાની માલિકીના હક માટે લગાવેલી બોલી જીતી લીધી.
રાખવામાં આવી છે આ શરત
એર ઇન્ડિયાના માલિકીના હક મળ્યા બાદ નવા માલિકને આનાથી જોડાયેલા નામ અને લોગોને 5 વર્ષ સુધી સંભાળીને રાખવાનો રહેશે. પાંડેએ જણાવ્યું કે, ટાટા સન્સ ઇચ્છે તો 5 વર્ષ બાદ એર ઇન્ડિયાના નામ અને લોગોને ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ આમાં એક શરત રાખવામાં આવી છે કે આ નામ અને લોકો કોઈ ભારતીય કંપની અથવા વ્યક્તિને જ આપવામાં આવશે. કોઈપણ વિદેશી વ્યક્તિ અથવા કંપની આને મેળવી નહીં શકે.
ટાટા સાથે જોડાયેલો છે એર ઇન્ડિયાનો ઇતિહાસ
એર ઇન્ડિયાની શરૂઆત 1932માં ટાટા ગ્રુપે જ કરી હતી. જે.આર.ડી. ટાટા જે ખુદ એક કુશળ પાયલોટ હતા, તેમણે ટાટા એરલાઇન્સ તરીકે આની શરૂઆત કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ બાદ ભારતથી સામાન્ય હવાઈ સેવાની શરૂઆત થઈ અને ત્યારે એર ઇન્ડિયાને સાર્વજનિક ક્ષેત્રની કંપની બનાવવામાં આવી. વર્ષ 1947માં દેશની આઝાદી બાદ એક રાષ્ટ્રીય એરલાઇન્સની જરૂરિયાત અનુભવાઈ અને ભારત સરકારે એર ઇન્ડિયામાં 49 ટકા હસ્તગત કરી લીધી. ત્યારબાદ 1953માં ભારત સરકારે એર કૉર્પોરેશન એક્ટ પાસ કર્યો અને સરકારે ટાટા ગ્રુપ પાસેથી આ કંપનીમાં મોટો હિસ્સો ખરીદી લીધો. આ રીતે એર ઇન્ડિયા સંપૂર્ણ રીતે સરકારે કંપની બની ગઈ.
આ પણ વાંચો: TATA GROUP બન્યું AIR INDIA નું નવું માલિક
આ પણ વાંચો: કાર નિર્માતાઓ માટે વાહનોમાં ફ્લેક્સ ફ્યૂઅલ એન્જિન લગાવવું ફરજિયાત કરાશેઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી