ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ જળબંબાકાર, બચાવ કાર્યમાં ભારતીય સશસ્ત્ર દળની ટીમો જોડાઈ - Indian Coast Guard

તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. વિવિધ વિસ્તારમાં સેંકડો છેલ્લા બે દિવસથી ફસાયા છે. રાજ્ય સરકાર દ્વારા પૂરથી અસરગ્રસ્ત તમામ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રાહત પૂરી પાડવા અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ બચાવ કામગીરીમાં હવે ભારતીય સશસ્ત્ર દળની ટીમ પણ જોડાઈ છે.

તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ જળબંબાકાર
તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ જળબંબાકાર

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 2:01 PM IST

ચેન્નઈ :કન્યાકુમારી સમુદ્ર અને તેની નજીકના વિસ્તારોમાં વાતાવરણીય પરિભ્રમણના કારણે તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં 16 ડિસેમ્બરથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને તિરુનેલવેલી, થૂથુકુડી, તેનકાસી અને કન્યાકુમારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવનને ભારે અસર થઈ છે. નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે ગઈકાલ 19 ડિસેમ્બરના રોજ ભારે વરસાદને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે સઘન બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારતીય નૌકાદળ તૂતીકોરિન જિલ્લામાં અસરગ્રસ્ત લોકોની મદદ માટે બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

ભારતીય નૌકાદળ :ભારે વરસાદને કારણે દક્ષિણ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ તમિલનાડુ સરકારે ભારતીય નૌકાદળની મદદ માંગી હતી. રામનાથપુરમના INS પારુન્ડુ સ્ટેશનથી ALH હેલિકોપ્ટર દ્વારા શ્રીવૈકુંટમ રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરો માટે 150 કિલો પૂર રાહત સામગ્રી લાવવામાં આવી હતી. ઉપરાંત ભારતીય નૌકાદળના બે ટોર્નિયર એરક્રાફ્ટ તૂતીકોરિન એરપોર્ટ પર રાહત પુરવઠો પહોંચાડવા માટે મદુરાઈ એરપોર્ટ પર તૈનાત છે. સૌપ્રથમ 410 કિલો વજનની રાહત સામગ્રીને તૂતીકોરિન એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. બાદમાં આશરે 3.5 ટન વજનની રાહત સામગ્રી આજે તુતીકોરિન લઈ જવામાં આવશે.

10 સભ્યની બે પૂર રાહત ટીમ, જેમાં INS કટ્ટબોમન અને ચેન્નઈ ટીમ પૂર પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 250 પરિવારોને રાહત સામગ્રી આપવામાં આવી છે. ઉપરાંત અસરગ્રસ્ત લોકોની મદદ માટે ભારતીય નૌકાદળના ડોર્નિયર એરક્રાફ્ટ, ALH હેલિકોપ્ટર તૈનાત છે.

ભારતીય આર્મી : તમિલનાડુ રાજ્ય અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તિરુનેલવેલી જિલ્લામાં રાહત કામગીરીમાં રોકાયેલ છે. પૂરમાં વધારો થતાં તમિલનાડુ સરકારની રજૂઆત પર દક્ષિણ ભારત સ્થિત 23 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીનો સમાવેશ કરતું ભારતીય સેનાનું HADR યુનિટ પૂર રાહત કામગીરી માટે દોડી આવ્યું હતું. ભારે વરસાદમાં બચાવ કામગીરીને વેગ આપતા ભારતીય સૈન્ય દળોએ તૂતીકોરીનમાં 150 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા અને તેમને વસાવપ્પાપુરમ કેમ્પમાં દાખલ કર્યા હતા. તેમાં 19 બાળકો અને એક સગર્ભા મહિલાને સહિત 3 શિશુઓ પણ સામેલ છે.

બચાવ ટુકડીઓ શ્રીવૈકુંડમમાં અમુક વિસ્તારોથી આગળ પરિવહન કરવામાં સક્ષમ ન હતી જેથી બચાવ કાર્યને અસર પહોંચી હતી. તેથી સૈનિકો બે જૂથોમાં વહેંચાઈ ગયા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર આગળ વધ્યા હતા. એક ટીમે નજીકના નાનલકાડુ વિસ્તારમાં બચાવ કાર્ય ચાલુ રાખ્યું હતું. તો બીજી ટીમે શ્રીવૈકુંડમ વિસ્તારમાં ઝડપથી કામ કર્યું હતું અને 19 ડિસેમ્બરમા રોજ 17 કલાક સુધી ટ્રેનમાં ફસાયેલા તમામ મુસાફરોને બચાવ્યા હતા. આ ઉપરાંત મદ્રાસ રેજિમેન્ટ, BAUT (બોટ એસોલ્ટ યુનિવર્સલ પ્રકાર) દ્વારા એન્ટોનિયરપુરમમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસમાં સામેલ હતી.

ભારતીય કોસ્ટ ગાર્ડ : ભારતીય કોસ્ટ ગાર્ડ દક્ષિણી જિલ્લાઓમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં તેના જહાજો અને વિમાનો સાથે બચાવ કામગીરી કરી રહ્યું છે. ICG ની ટીમે આજે થૂથુકુડી અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા 200 લોકોને બચાવ્યા છે. ભારતીય હવામાન કેન્દ્ર દ્વારા ભારે વરસાદની ચેતવણીને કારણે ભારતીય કોસ્ટ ગાર્ડે તમિલનાડુના વિસ્તારોમાં જહાજ સુજયને સ્થાન આપ્યું હતું. ગઈકાલે પૂરની ચેતવણી જાહેર કરવામાં આવ્યા બાદ રાહત કામગીરી માટે મદુરાઈ એરપોર્ટ પર વિમાનો અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. 16 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોને બોટ અને કાયક્સ ​​સાથે છ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમોમાં વિભાજિત કરવામાં આવી હતી. .

તૂતીકોરિન નજીક કોસ્ટ ગાર્ડ જહાજથી સંચાલિત હેલિકોપ્ટર ઉપરાંત મદુરાઈ એરપોર્ટ પર તૈનાત 1 ટોર્નિયર અને 2 ALH Mk-III સાથે ICG એરફોર્સની ટુકડીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કામગીરીની શરૂઆત કરી છે. ઉપરાંત તમિલનાડુ સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ 600 કિલોથી વધુ ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓનું પૂર પ્રભાવિત લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રેસ્ક્યુ ટીમે પૂરમાં ફસાયેલા 200 થી વધુ લોકોને બચાવી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ રેસ્ક્યુ ટીમ જ્યાં સુધી લોકોને સંપૂર્ણ રીતે બચાવી ન લે ત્યાં સુધી બચાવ કામગીરી ચાલુ રાખશે.

  1. Telecom Bill 2023: જાણો શું હશે સરકારની શક્તિ અને તમારી પ્રાઈવસી પર તરાપ !
  2. તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું, પૂરજોશમાં બચાવ અને રાહત કામગીરી

ABOUT THE AUTHOR

...view details