ચેન્નાઈઃતમિલનાડુ ભારતીય જનતા પાર્ટીને સોમવારે એક મોટા આઘાતનો સામનો કરવો પડ્યો. તમિલ અભિનેત્રી અને ભાજપના નેતા ગૌતમી તાડિમલ્લાએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આપને જણાવી દઈએ કે, ગૌતમી 25 વર્ષ સુધી ભાજપ પક્ષના સભ્ય રહ્યાં હતાં. આ અંગે ગૌતમીએ એક નિવેદન પણ જાહેર કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે, તેમણે દરેક મોરચે પાર્ટી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, પરંતુ પાર્ટીએ તેમને મહત્વ આપ્યું નથી. આ કારણે તે તેના જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહી છે. તમિલ અભિનેત્રી ગૌતમીએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીનો એક વર્ગ તે વ્યક્તિને સમર્થન આપી રહ્યો છે, જેણે તેની સાથે કથિત રીતે દગો કર્યો છે.
Gautami Tadimalla Quits BJP: તમિલ એક્ટ્રેસ ગૌતમી તડિમલ્લાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, કહ્યું 25 વર્ષની સેવાની કરી અવગણના - તામિલનાડુનું રાજકારણ
તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીને એક મોટો આંચકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, તમિલ અભિનેત્રી ગૌતમી તાડિમલ્લાએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે તેમણે એક નિવેદન પણ જાહેર કર્યું છે. આખરે એવું તે શું બન્યું કે તેમણે ભાજપ સાથે છેડો ફાડીને પોતાનો રસ્તો અલગ કરી લીધો, વિસ્તારથી જાણો અહીં...
By ANI
Published : Oct 23, 2023, 1:18 PM IST
ભાજપ સામે રોષ: સોશિયલ મીડિયા 'X' પર પોસ્ટ કરીની તાડીમલ્લાએ ભારતીય જનતા પાર્ટી સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેમને ટિકિટ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કપાઈ ગઈ હતી. તેમ છતાં તેઓ પાર્ટી માટે પ્રતિબદ્ધ રહ્યાં. તેમણે કહ્યું કે, તે ખુબ દુ:ખી મને અને નિરાશા સાથે રાજીનામું આપી રહી છું. તેમણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને ટેગ કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, એક વ્યક્તિએ મારા પૈસા, ડોક્યૂમેન્ટ્સ અને મારી સંપત્તિ સાથે છેતરપિંડી કરી હતી. આપને જણાવી દઈએ કે, ગૌતમીનો સંકેત સી. અલગપ્પન તરફ હતો જેઓ એક સમયે તેમના શુભચિંતક ગણાતા હતાં.
દાખલ કરી હતી ફરિયાદ: તમિલ અભિનેત્રી ગૌતમીએ અલગપ્પન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, અલગપ્પને તેમની સાથે પૈસા, દસ્તાવેજો અને મિલકત સાથે છેતરપિંડી કરી છે. આ સંદર્ભમાં ગૌતમીએ કહ્યું કે, તેને તમિલનાડુ સરકાર અને ન્યાયિક પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે. તેમણે એ પણ કહ્યું કે 'હું આ લડાઈ મારા અને મારા બાળકોના ભવિષ્ય માટે લડી રહી છું'. તેમણે આગળ લખ્યું કે, 2021ની વિધાનસભા ચૂંટણી સમયે પાર્ટીએ તેમને રાજાપલાયમ બેઠક ઉપરથી ટિકિટ આપવાની વાત કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ટિકિટ કોઈ બીજાને આપવામાં આવી હતી. ગૌતમીએ કહ્યું કે, હવે તેને પાર્ટીનું સમર્થન મળી રહ્યું નથી,જે ખૂબ જ દુઃખદ છે. આ કારણે તે ખૂબ ભાંગી પડી છે.