ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તાલિબાનએ પંજશીર પર કબ્જો મેળવ્યો - સૈનિક બળ

તાલિબાન અને અફઘાનિસ્તાનના પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે. રોયટર્સના રીપોર્ટ અનુસાર તાલિબાનને પંજશીર પર કબ્જો મેળવ્યો છે, જોકે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ આ વાતને નકારી છે.

taliban
તાલિબાન દળોએ પંજશીર પર કબ્જો મેળવ્યો

By

Published : Sep 4, 2021, 6:53 AM IST

Updated : Sep 4, 2021, 7:50 AM IST

નવી દિલ્હી: રોયટર્સના રીપોર્ટ અનુસાર તાલિબાનને પંજશીર પર કબ્જો મેળવ્યો છે, આ સાથે તાલિબાનનો સમગ્ર અફઘાનિસ્તાનમાં કબ્જો થઈ ગયો છે. અત્યાર સુધી તાલિબાનનો અફઘાનિસ્તાનના પંજશીકર પર કબ્જો નહોતો મેળવ્યો.

આ બાબતે તાલિબાનના એક કમાન્ડરે જણાવ્યું કે,"સર્વશક્તિ અલ્હાની મહેરબાની સાથે અમે આખા અફઘાનિસ્તાન પર નિયત્રંણ મેળવ્યું છે. સંકટ ઉભા કરનારને અમે ખતમ કરી દીધા છે અને પંજશીર હવે અમારા કબ્જામાં છે". આ પહેલા તાલિબાને દાવો કર્યો હતો કે, તેમના સૈનિકોઅ પંજશીરના માટો ભાગ પર કબ્જો મેળવી લીધો છે, પણ પંજશીરે આ દાવાને ખોટો કહ્યો હતો.

આ પણ વાંચો : ગાંધી અને સરદારનું ગુજરાત દારૂબંધીને વરેલું છે, અમે જનસંઘના સમયથી ગૌ હત્યા પર પ્રતિબંધ માટે સંઘર્ષ કરતા આવ્યા છે: નિતીન પટેલ

આ વચ્ચે અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહએ વીડિયો બહાર પાડીને કહ્યુ છે કે, " તે નથી ભાગ્યા, તેમણે કહ્યું કે પંજશીરમાં કબ્જાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હા, એ વાતમાં કોઈ સંદેહ નથી કે અમે એક મુશ્કેલ પરિસ્થિતિમાં છે.અમે તાલિબાન દ્વારા આક્રમણનો સામનો કરી રહ્યા છે.

તેમણે ટ્વીટ કરી હતી કે, વિરોધ ચાલુ છે અને ચાલુ રહેશે. હું અહીંયા મારી માતૃભૂમિની માટી સાથે તેની રક્ષા અને ગરીમા માટે છું. તેમના દિકરા ઇબુદુલ્લાએ મેસેજ કરીને વાતને નકારી હતી કે તાલિબાને પંજશીરમાં કબ્જો કર્યો છે.

Last Updated : Sep 4, 2021, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details