- તાલિબાન અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપ્યું ઇન્ટરવ્યૂ
- પાકિસ્તાન શરણાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે કરી શકે : ઈમરાન
- પાકિસ્તાન સહિતના સ્થળોથી 10,000થી વધુ જેહાદીઓ અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા
ઇસ્લામાબાદ (પાકિસ્તાન) : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તાલિબાનને લઈને પોતાની ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે. તેમણે કહ્યું કે, તાલિબાન સામાન્ય નાગરિક છે, સૈન્ય સંગઠન નથી. તાલિબાન અંગે ઇમરાન ખાનનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અફઘાનિસ્તાનમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે.
તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો
ઉલ્લેખનીય છે કે, તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરવા સતત પ્રયાસ કરી રહ્યું છે, અને અમુક અંશે તે સફળ પણ થયું છે. તાલિબાન પર પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું હતું કે, આપણા દેશમાં લગભગ 30 લાખ શરણાર્થીઓ વસે છે અને પાકિસ્તાન તેમની વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે કરી શકે.
તાલિબાનને લઈને ઈમરાન ખાનનું મોટું નિવેદન આ પણ વાંચો:ઈઝરાયલી સોફ્ટવેર Pegasusની યાદીમાં પાકિસ્તાનના વડાપ્રધાનનો એક મોબાઈલ નંબર સામે, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સનો દાવો
તાલિબાન સૈન્ય સંગઠન નથી : ઈમરાન
PBS સમાચારને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું કે, અત્યારે તેમના દેશમાં 5 લાખ લોકોનું સંગઠન છે. તાલિબાન કોઈ પણ પ્રકારનું સૈન્ય સંગઠન નથી, પરંતુ તે સામાન્ય નાગરિકો છે. જો આ જુથમાં સામાન્ય નાગરિકો જ છે તો તેના વિરુદ્ધ પાકિસ્તાન કેવી રીતે કાર્યવાહી કરી શકે. તમે તેમને (આતંકવાદીઓ) શરણાર્થી કેવી રીતે કહી શકો ? આ ઉપરાંત, જ્યારે તેમને પાકિસ્તાનમાં આતંકવાદીઓના સુરક્ષિત આશ્રય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સલામત સ્થળ ક્યાં છે? પાકિસ્તાનમાં 3 લાખ શરણાર્થીઓ છે. તેઓ તાલિબાન જેવા જ જૂથમાંથી આવે છે.
તાલિબાનની મદદ કરે છે પાક
પાકિસ્તાન સામે ઘણા સમયથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, તે તાલિબાનને મદદ કરી રહ્યું છે. તે અફઘાન સરકાર વિરુદ્ધ તાલિબાનને સૈન્ય, નાણાકીય અને ગુપ્ત માહિતી પ્રદાન કરે છે. ઈમરાને આ આરોપોને જોરદાર રીતે ફગાવી દીધો હતો અને કહ્યું કે, તે સંપૂર્ણપણે ખોટું છે. તેમણે દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાનમાં અમેરિકન યુદ્ધ દરમિયાન હજારો પાકિસ્તાનીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તે પણ જ્યારે પાકિસ્તાનને આ યુદ્ધ સાથે કંઈ લેવાદેવા ન હતું.
આ પણ વાંચો:ઈરાકની રાજધાની બગદાદમાં ઈદના એક દિવસ પહેલા Bomb blast, 25 લોકોના મોત
પાકિસ્તાનથી 10,000 જેહાદી ઘૂસ્યા
રાષ્ટ્રપતિ અશરફ ગનીએ 'મધ્ય અને દક્ષિણ એશિયા પ્રાદેશિક સંપર્ક: પડકારો અને અવસર' વિષય પર એક પરિષદમાં જણાવ્યું હતું કે, ગુપ્તચર એજન્સીઓનો અંદાજ છે કે, છેલ્લા મહિનામાં પાકિસ્તાન અને અન્ય સ્થળોથી 10,000 થી વધુ જેહાદી લોકો અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા છે. આટલી મોટી સંખ્યામાં જેહાદીની ઘૂસણખોરી તેમના સાથીઓ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોના સહયોગને સૂચવે છે.