મેલબોર્નઃમેલબોર્નમાંભારત અને ઝિમ્બાબ્વે (IND VS ZIM) વચ્ચે T20 વર્લ્ડ કપની 42મી મેચ રમાઈ. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સુપર-12 રાઉન્ડની આ છેલ્લી મેચ છે. ભારતે ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઝિમ્બાબ્વે 115 રન બનાવી ઓલ આઉટ થઈ ગયુ હતુ. અશ્વીને 3 વિકેટ લીધી.
ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું, ભારતનો સેમી ફાઈનલમાં પ્રવેશ - ભારતનો મુકાબલો ઝિમ્બાબ્વે સામે
T20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) છેલ્લી લીગ મેચમાં આજે ભારતનો મુકાબલો ઝિમ્બાબ્વે (IND VS ZIM) સામે છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે ઝિમ્બાબ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઝિમ્બાબ્વે 115 રન બનાવી ઓલ આઉટ થઈ ગયુ હતુ. સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ.
સૂર્યકુમારનુ અર્ધશતક: સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ. સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) 2022માં 1000 T20 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા. સૂર્યકુમાર પહેલા મોહમ્મદ રિઝવાન એકમાત્ર એવો બેટ્સમેન છે, જેમણે 1 વર્ષમાં આ સિદ્ધિ મેળવી છે.
રાહુલે T20 કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી:K, L રાહુલે સિકંદર રઝાના બોલ પર છગ્ગો ફટકારીને T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 22મી અડધી સદી ફટકારી. આ પછી બીજા બોલ પર ફરી રાહુલ મોટા શોટના ચક્કરમાં ફસાઈ ગયો અને આઉટ થયો હતો. રાહુલે 35 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.