ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Swami Prasad Maurya Joins SP: આખરે સસ્પેન્સનો આવ્યો અંત, સમાજવાદી પાર્ટીમાં જોડાશે સ્વામી પ્રસાદ મૌર્ય

સ્વામી પ્રસાદ મૌર્ય 14 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટી (Swami Prasad Maurya Joins SP)માં જોડાશે. તેમણે કહ્યું કે, જે પણ વ્યક્તિ સાથે આવવા (up assembly election 2022) માંગે છે તેનું સ્વાગત છે. બીજી તરફ તેમની પુત્રી સંઘમિત્રા મૌર્ય ભાજપમાં જ રહેશે.

Swami Prasad Maurya Joins SP: આખરે સસ્પેન્સનો આવ્યો અંત, સમાજવાદી પાર્ટીમાં જોડાશે સ્વામી પ્રસાદ મૌર્ય
Swami Prasad Maurya Joins SP: આખરે સસ્પેન્સનો આવ્યો અંત, સમાજવાદી પાર્ટીમાં જોડાશે સ્વામી પ્રસાદ મૌર્ય

By

Published : Jan 12, 2022, 4:01 PM IST

લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર (Yogi Adityanath Government UP)માંથી રાજીનામું આપનારા પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્ય 14 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટી (Swami Prasad Maurya Joins SP)માં જોડાશે. ખુદ સ્વામી પ્રસાદ મૌર્યએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, તેમને ભાજપના કોઈ મોટા કે (up assembly election 2022) નાના રાજકારણીનો ફોન આવ્યો નથી. જો ભાજપે સમયસર સજાગ રહીને જનપ્રશ્નો પર કામ કર્યું હોત તો ભાજપને આનો સામનો કરવો પડ્યો ન હોત.

સ્વામી પ્રસાર મૌર્યની દીકરી ભાજપમાં જ રહેશે

બીજી તરફ સપાના હરિઓમ યાદવ અને કોંગ્રેસના MLA નરેશ સૈની ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, સ્વામી પ્રસાદ મૌર્યએ મંગળવારે કેબિનેટમાંથી રાજીનામું (swami prasad maurya resigns) આપીને ભાજપ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેઓ કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે સસ્પેન્સ હતું. તેમની પુત્રી સંઘમિત્રા મૌર્યએ પણ તેમના પિતાના આગામી પગલા વિશે માહિતી આપી નહોતી. સંઘમિત્રા ભાજપમાંથી લોકસભા સાંસદ છે.

આ પણ વાંચો:UP Assembly Election 2022 : BSP માયાવતીના જન્મદિવસ પર ઉમેદવારની જાહેરાત કરશે

BJPને હજુ પણ વધુ ઝાટકા લાગી શકે છે

સંઘમિત્રા મૌર્યએ કહ્યું છે કે, તે પોતે ભાજપમાં જ રહેશે. જો કે અખિલેશ યાદવે ટ્વીટ (Akhilesh Yadav Tweets) કરીને તેમના સપામાં સામેલ થવાના સંકેત આપ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, સ્વામી પ્રસાદ મૌર્ય સપામાં સામેલ થયા બાદ BJPને વધુ ઝાટકો લાગી શકે છે. ઘણા ધારાસભ્યો તેમની સાથે પાર્ટી બદલી શકે છે. જો કે, સૂત્રોનું કહેવું છે કે, સ્વામી પ્રસાદ મૌર્ય પાર્ટી છોડીને જતા હોવાની ભાજપ નેતૃત્વને પહેલેથી જ જાણ હતી, તેથી તેમના રાજીનામા બાદ પણ કોઈ સંપર્ક કરવામાં આવ્યો નહતો. આ વાતની પુષ્ટિ ખુદ સ્વામી પ્રસાદ મૌર્યએ કરી હતી.

આ પણ વાંચો:Strikes by Manish Tiwari of Congress : સિદ્ધુ અને ચન્નીને એન્ટરટેઈનર છે, પંજાબને ગંભીર લોકોની જરૂર છેઃ મનીષ તિવાર

ABOUT THE AUTHOR

...view details