- જમ્મુમાં સેનાના મહત્ત્વના સ્થળો ડ્રોનની ગતિવિધિ
- કુંજવાની, સુંજવાન, કાલુચક વિસ્તાર નજીક ડ્રોનની શંકાસ્પદ હિલચાલ
- બે દિવસથી જમ્મુમાં ઓછામાં ઓછા ચાર વખત ડ્રોનની ગતિવિધિ થઈ હોવાનું નોંધાયું
જમ્મુઃ જમ્મુના રત્નુચક-કાલુચક લશ્કરી સ્ટેશન પર ડ્રોન ગતિવિધિ નિષ્ફળ બનાવ્યાના એક દિવસ બાદ ફરી વધુ (Suspected drone activity) શંકાસ્પદ ડ્રોન હિલચાલ સોમવારે મોડી રાત્રે કુંજવાનીમાં જોવા મળી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું. છેલ્લા બે દિવસથી જમ્મુમાં ઓછામાં ઓછા ચાર વખત ડ્રોનની ગતિવિધિ થઈ હોવાનું નોંધાયું છે. જેમાંથી બેને સામાન્ય નુકસાન થયું છે.મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે ડ્રોન જોવામાં આવ્યું હતું. તે પછી તે ગાયબ થઈ ગયું. સુરક્ષા દળોએ આ ડ્રોનને કુંજવાની, સુંજવાન, કાલુચક વિસ્તાર નજીક જોયું હતું. સૈન્ય ડ્રોનની હિલચાલ અંગે સાવચેત છે.
સૈનિકોની નજરે ચડ્યાં બે ડ્રોન
સોમવારે રત્નુચક-કાલુચક લશ્કરી ક્ષેત્ર પરના બે ડ્રોન સજાગ સૈનિકોની નજરે ચડ્યાં હતાં એમ સંરક્ષણ મંત્રાલયના જાહેર સંપર્ક અધિકારી લેફ્ટન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. પીઆરઓએ જણાવ્યું કે, "તરત જ હાઈએલર્ટ કરી ક્વિક રિએક્શન ટીમોએ ડ્રોન પર ફાયરિંગ કરી રોક્યાં હતાં." આ પહેલા સોમવારે પણ જમ્મુમાં (Suspected drone activity) બે ડ્રોન જોવા મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કયા હવાઈ માર્ગેથી ડ્રોન આવ્યું, તપાસ અધિકારીઓ હજી સુધી શોધી શક્યા નથી. તપાસ અધિકારીઓએ એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. જો કે, તમામ સીસીટીવી રસ્તાની બાજુમાં સ્થાપિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટકો છોડતું ડ્રોન કાં તો સરહદની પાર અથવા અન્ય કોઈ ગંતવ્ય તરફ રાત્રિ દરમિયાન શહેરના બહારના જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં ઉડતું હતુું. જમ્મુ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય સરહદનું હવાઈ અંતર 14 કિ.મી. છે.