નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ હવે કાયદા નિર્માતાઓને આપવામાં આવેલી છુટ મુદ્દે સુનાવણી હાથ ધરવા માંગે છે. જો કાયદો બનાવનારા સાથે ગુનાહિત કૃત્યો જોડાયેલા હશે તો કાર્યવાહી કરવામાં આવશે. સીજેઆઈ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી સંયુક્ત બેન્ચે જણાવ્યું કે, સાંસદો સાથે ગુનાહિત કૃત્યો જોડાયેલા હોય અને તેને કાયદો બનાવવાની છુટ આપવામાં આવે તે એક સંકીર્ણ મુદ્દો છે.
કેન્દ્ર સરકારની દલીલઃ સુપ્રીમ કોર્ટે સંસદ અને રાજ્યની વિધાનસભામાં સાંસદો અને ધારાસભ્યોને વોટ આપવા પર લાંચ રુશ્વત મુદ્દે 1998ના સુપ્રીમ કોર્ટના ફેંસલા પર પુનર્વિચાર કરવા માટે સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે લાંચનો આરોપ ત્યારે જ સાબિત થાય કે જ્યારે લાંચ સ્વીકારનાર કબૂલ કરે કે તેને લાંચ આપવામાં આવી છે. આ તથ્ય સમજીને આ વિવાદને ઓછો કરી શકાય છે.
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમઃ ધારાસભ્ય ગુનાહિત કાર્યો સાથે સંકળાયેલ હોય તે અનુચ્છેદ 105ને બદલે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત આવતો મામલો છે. જે કાયદા નિર્માતાને જે છુટ મળી છે તેના વિષયક છે. આ સંયુક્ત બેન્ચમાં ન્યાયાધિશ એ.એસ.બોપન્ના, ન્યાયાધિશ એમ.એમ. સુંદરેશ, ન્યાયાધીશ પી.એસ. નરસિમ્હા, ન્યાયાધીશ જે.બી. પારડીવાલા, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ મનોજ મિશ્રા સામેલ છે. આ બેન્ચે જણાવ્યું કે ગુનાહિત કૃત્યો હોવા છતાં કાયદા નિર્માતાને કાયદો બનાવવાની છુટ આપવામાં આવી છે. 1998માં સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો હતો.
કેસ ટ્રાન્સફર કરાયો હતોઃ 20 સપ્ટેમ્બરે સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ કેસ 7 ન્યાયાધીશોની અધ્યક્ષતાવાળી બેન્ચમાં ટ્રાન્સફર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ સુનાવણીમાં કહ્યું હતું કે કોઈપણ ધારાસભ્ય કે સાંસદ ભવનમાં કોઈનાથી ડર્યા વિના પોતાના વિચાર રજૂ કરવા માટે સક્ષમ અને સ્વતંત્ર હોવો જોઈએ. પી.વી. નરસિમ્હા રાવના મામલે દ્રષ્ટિકોણની શુદ્ધતા માટે સાત ન્યાયાધીશોની એક વિસ્તૃત બેન્ચ આ મામલે સુનાવણી કરે.
સંસદ કે ધારાસભ્ય સદનમાં વોટ આપવા સ્વતંત્રઃ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અનુચ્છેદ 105(2) અને અનુચ્છેદ 194(2)નો હેતુ સુનિશ્ચિત રવા માટે સંસદ અને રાજ્ય વિધાનસભાઓના સભ્યો જે રીતે નિવેદન આપે અથવા પોતાનો વોટ આપે તે વિના ડરે પોતાનું કર્તવ્ય કરવા માટે સ્વતંત્ર વાતાવરણમાં સક્ષમ હોવા જોઈએ.
- SC to Child welfare Committee: સુપ્રીમ કોર્ટે અતીકના બે સગીર પુત્રોની મુક્તિના નિર્ણય માટે બાળ કલ્યાણ સમિતિને 1 અઠવાડિયાનો સમય આપ્યો
- Shree Krishna Janmabhoomi Issue: અલ્હાબાદ હાઈ કોર્ટ તરફથી શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિશે કોઈ જાણકારી અપાઈ નથીઃ સુપ્રીમ કોર્ટ