- સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે આપ્યો નિર્ણય
- સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બેન્કોને રાહત
- જ્યારે રીઅલ એસ્ટેટ જેવા ઘણા ક્ષેત્રોની કંપનીઓને લાગ્યો ઝટકો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ મામલે મંગળવારે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે, આ સમય દરમિયાન વ્યાજ સંપૂર્ણપણે માફ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેન્કોને રાહત મળી છે. તો બીજી તરફ સંપૂર્ણ વ્યાજ માફીની માગ કરતી રીઅલ એસ્ટેટ જેવા ઘણા ક્ષેત્રોની કંપનીઓને ઝટકો લાગ્યો છે.
આ પણ વાંચો: એક જ દિવસે મતગણતરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, 23 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણી પરિણામ જાહેર થશે