નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે 2024માં થનાર લોકસભાની ચૂંટણીના ઉપયોગ માટ ઈવીએમ કે વીવીપેટની પ્રાથમિક તપાસ સંદર્ભે ભારતીય ચૂંટણી પંચના દિશા નિર્દેશોને માન્ય રાખ્યા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટિની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ચૂંટણીપંચની કાર્યપદ્ધતિને પડકારતી અરજીઃ સીજેઆઈ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચે આ મામલે દિલ્હી હાઈ કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. આ વર્ષે ઓગસ્ટમાં દિલ્હી હાઈ કોર્ટે લોકસભા 2024ની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિન (ઈવીએમ) અને વોટર્સ પેપર ઓડિટ ટ્રેલ્સ (વીવીપીએટી)ની પ્રાથમિક તપાસ માટેની અરજી નકારી કાઢી હતી. રાજ્યમાં ચૂંટણી પંચની કાર્ય પદ્ધતિને પડકારતી અરજી પણ કરવામાં આવી હતી. જેને દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી.
દિલ્હી કૉંગ્રેસની અરજીઃ દિલ્હી પ્રદેશ કૉંગ્રેસ કમિટિના પ્રમુખ અનિલકુમારે આ અરજી દાખલ કરી હતી. આજે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચે જણાવ્યું કે હવે આ મામલે અદાલત સામેલ થશે તો ચૂંટણીમાં બહુ વાર લાગશે. તેથી અમે તેમાં સામેલ થવા માંગતા નથી. અનિલ કુમારે દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કૉંગ્રેસે ચૂંટણી પક્ષ સમક્ષ જવું જોઈએઃ અનિલકુમારના વકીલે દલીલ કરી કે, પ્રાથમિક તપાસની કાર્યવાહી ચૂંટણીના કમ સે કમ 90 દિવસ પહેલા પૂરી થવી જોઈએ. આવી પ્રાથમિક તપાસ દિલ્હી, ઝારખંડ અને કેરલ રાજ્યોમાં થઈ હતી. ચાર-પાંચ રાજ્યોમાં આ યથાવત છે અને અન્ય રાજ્યોમાં શરૂ થઈ નથી. વકીલે જણાવ્યું કે તેમણે આ મશિનનો વિશિષ્ટ ઓળખ નંબર માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અરજીકર્તાએ ચૂંટણી પક્ષ સમક્ષ જવું જોઈએ. આ પ્રાથમિક તપાસમાં કૉંગ્રેસ અને અન્ય કેટલાક પક્ષોએ ભાગ લીધો નહતો. જો કે આ કૉંગ્રેસ જ છે જે હવે તપાસમાં સામેલ થવા માંગે છે. મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે રાજકીય પક્ષો પ્રાથમિક તપાસમાં સામેલ ન થયા તેનો અર્થ એ છે કે રાજકીય પક્ષોને પરિણામોમાં વિશ્વાસ છે.
સંયુક્ત બેન્ચનું અવલોકનઃ સંયુક્ત બેન્ચે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે પ્રાથમિક તપાસની નિર્ધારિત વિસ્તૃત પ્રક્રિયાનો અભ્યાસ કર્યો છે અને રાજકીય પક્ષોની ભાગીદારી આ પ્રક્રિયાનું એક મહત્વનું પગલું છે. જો કોઈ રાજકીય પક્ષ આ પ્રક્રિયામાં ભાગ ન લે તો સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ બની જાય. વકીલે દલીલ કરી કે આ એક મોટો મુદ્દો છે જેને લઈને હું તેમની પાસે ગયો અને તેમણે પ્રાથમિક તપાસ પૂર્ણ થવા સુધી મારા પત્રનો જવાબ આપ્યો નહીં.
સુપ્રીમ કોર્ટે અરજી ફગાવીઃ વકીલે કહ્યું કે, પ્રાથમિક તપાસ અગાઉ મને મશીનના વિશિષ્ટ ઓળખ નંબર ન આપ્યા અને તપાસ થઈ ગયા બાદ મને વિશિષ્ટ ઓળખ નંબર આપવા તૈયાર છે. આ બાબત સમજવામાં દિલ્હી હાઈ કોર્ટ નિષ્ફળ રહી છે. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
- Supreme court Said: EVM અને VVPAT ની ફર્સ્ટ લેવલ ચેકિંગની પ્રક્રિયા મામલે સુપ્રીમકોર્ટની કોંગ્રેસને સખત ટકોર
- Supreme Court's Appeal to All court: મહિલાઓ પર થયેલા અત્યાચારોના કેસ પર અદાલતો વધુ સંવેદનશીલ બનેઃ સુપ્રીમ કોર્ટ