ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના મહામારીઃ ઓક્સિજન અને દવાની સપ્લાય અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ - સુપ્રીમ કોર્ટ કોરોના મહામારી

સુપ્રીમ કોર્ટમાં આજે કોરોના મહામારીને લઇને ઓક્સિજનની સપ્લાય, દવાની સપ્લાય અને અન્ય અનેક નીતિઓ સંબંધિત મુદ્દાઓ પર સુનાવણી ચાલી રહી છે. જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રએ રવિવારે સંબંધિત મુદ્દા પર સોગંદનામું દાખલ કર્યું છે.

કોરોના મહામારીઃ ઓક્સિજન અને દવાની સપ્લાય અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે
કોરોના મહામારીઃ ઓક્સિજન અને દવાની સપ્લાય અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે

By

Published : May 10, 2021, 12:18 PM IST

  • સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનવણી બાદ કેન્દ્ર સરકારે આ કેસમાં પોતાનું એફિડેવિટ ફાઇલ કર્યું હતું
  • રસીની ઉપલબ્ધતા અને નબળા વર્ગ માટે રસીકરણની ખાતરી કરવી એ રાષ્ટ્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે
  • દેશમાં ઓક્સિજનની અછત નથી, 16,000 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન ઉપલબ્ધ છે

ન્યુ દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે કોરોના મહામારીને લઇને ઓક્સિજનની સપ્લાય, દવાઓની સપ્લાય અને અન્ય ઘણી નીતિઓ સંબંધિત મુદ્દાઓ પર સુનાવણી કરી રહી છે.

આ પણ વાંચોઃઓક્સિજનના પુરવઠા અંગેનું BMC મોડલ દેશભરમાં લાગુ થવુ જોઇએ : સુપ્રીમ કોર્ટ

કેન્દ્ર સરકારે રવિવારે આ કેસમાં પોતાનું એફિડેવિટ ફાઇલ કર્યું હતું

જણાવવામાં આવે છે કે, કોવિડ-19 મહામારી દરમિયાન આવશ્યક પુરવઠો અને સેવાઓ આપવાને સંબંધિત સ્વતઃ સંજ્ઞાન કેસમાં સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનવણી બાદ કેન્દ્ર સરકારે રવિવારે આ કેસમાં પોતાનું એફિડેવિટ ફાઇલ કર્યું હતું.

સર્વોચ્ચ અદાલતની ત્રણ સભ્યોની બેચ સોમવારે આ કેસની સુનાવણી કરશે

ન્યાયમૂર્તિ ડો.ધનંજય વાય.ચંદ્રચુડની અધ્યક્ષતામાં સર્વોચ્ચ અદાલતની ત્રણ સભ્યોની બેચ સોમવારે આ કેસની સુનાવણી કરશે. કેન્દ્રએ તેના સોગંદનામામાં કહ્યું છે કે, UOIની કોવિડ રસીની વ્યૂહરચના તાત્કાલિક, મધ્યમગાળા અને લાંબાગાળાના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સોગંદનામામા કહેવાયું છે કે,રસીની ઉપલબ્ધતા અને નબળા વર્ગ માટે રસીકરણની ખાતરી કરવી એ રાષ્ટ્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

દિલ્હીમાં તબીબી ઓક્સિજનની ફાળવણી અને પ્રાપ્યતામાં કોઈ ઘટાડો ન થવો જોઈએ

જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે આ પહેલા દિલ્હીને દૈનિક 700 મેટ્રિક ટન ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને પરિસ્થિતિનું વધુ નિરાકરણ લાવવા સુચના આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, હાલની આવશ્યકતાના આધારે રાષ્ટ્રીય રાજધાનીમાં દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની ખાતરી કરવી એ કેન્દ્રની જવાબદારી છે તેમજ નિર્દેશ આપ્યો કે, દિલ્હીમાં તબીબી ઓક્સિજનની ફાળવણી અને પ્રાપ્યતામાં કોઈ ઘટાડો ન થવો જોઈએ.

6મેના રોજ 577 મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હીમાં સપ્લાય કરવામાં આવ્યો હતો

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે કહ્યું હતું કે, કેન્દ્રએ 21 એપ્રિલે કહ્યું હતું કે દેશમાં ઓક્સિજનની અછત નથી અને દેશમાં 16,000 મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન ઉપલબ્ધ છે. ખંડપીઠે કહ્યું હતું કે, "અમે કેન્દ્ર સરકારને દૈનિક 700 મેટ્રિક ટનની પ્રાપ્યતા અને આગળના ઉપાયની ખાતરી કરવા નિર્દેશ કરીએ છીએ." કોર્ટે નોંધ્યું હતું કે, 6મેના રોજ 577 મેટ્રિક ટન ઓક્સિજન દિલ્હીમાં સપ્લાય કરવામાં આવ્યો હતો, જે નિર્ધારિત માત્રા કરતા 123 મેટ્રિક ટન ઓછો છે.

આ પણ વાંચોઃકોવિડ પીડિતની ફરિયાદ સામે પગલાં લેવામાં આવે તો તે કોર્ટનું અવમાન છે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટનો આદેશ કેન્દ્ર દ્વારા અપાયેલી ખાતરીના આધારે છે

ખંડપીઠે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ કેન્દ્ર દ્વારા અપાયેલી ખાતરીના આધારે છે અને 5 મેના રોજ તેમણે ફરીથી 700 મેટ્રિક ટનનો પુરવઠો દૈનિક પુનઃસ્થાપિત કરવાની સૂચના આપી છે.

ABOUT THE AUTHOR

...view details