ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સમાનતાનો અધિકાર સરકાર તેમજ સરકારી સંસ્થાઓ સામે પણ લાગૂ થવો જોઈએ: સુપ્રિમ કોર્ટ - સુપ્રીમ કોર્ટ ન્યૂઝ

ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને ન્યાય મૂર્તિ એ. એસ. બોપન્નાની બેન્ચે હવે બંધ થઈ ચૂકેલા આઝમ ઝાહી મિલ્સના 318 પૂર્વ કર્મચારીઓ દ્વારા દાખલ અપીલને મંજૂરી આપી હતી, જેમાં 134 પૂર્વ કર્મચારીઓની સાથે સમાનતાની માગ કરવામાં આવી હતી. મિલના 134 પૂર્વ કર્મચારીઓને 200 વર્ગ ગજના ભૂખંડ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા.

આઝમ ઝાહી મિલ્સના 318 પૂર્વ કર્મચારીઓએ દાખલ કરેલી અપીલને સુપ્રીમ કોર્ટની મંજૂરી
આઝમ ઝાહી મિલ્સના 318 પૂર્વ કર્મચારીઓએ દાખલ કરેલી અપીલને સુપ્રીમ કોર્ટની મંજૂરી

By

Published : Oct 27, 2021, 12:04 PM IST

  • આઝમ ઝાહી મિલ્સના 318 પૂર્વ કર્મચારીઓએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂર કરી
  • અપીલમાં 134 પૂર્વ કર્મચારીઓની સાથે સમાનતાની માગ કરવામાં આવી હતી
  • મિલના 134 પૂર્વ કર્મચારીઓને 200 વર્ગ ગજના ભૂખંડ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ ઉચ્ચ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, સંવિધાનના અનુચ્છેદ 14 હેઠળ આપવામાં આવેલા સમાનતાના અધિકાર તેનો દાવો કરનારો વ્યક્તિના પક્ષમાં નિહિત અધિકાર છે. આ સાથે જ આ સરકાર અને તેના તંત્ર સામે લાગુ કરવા યોગ્યો છે. ઉચ્ચ કોર્ટે એ પણ કહ્યું હતું કે, સમાનતા એક નિશ્ચિત અવધારણા છે, જેમાં બંધારણીય ગેરન્ટી પ્રકૃતિથી ઉત્પન્ન એક અંતર્ગત મર્યાદા છે.

આ પણ વાંચો-Pegasus Spyware: પેગાસસ જાસૂસી કાંડ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે

આઝમ ઝાહી મિલ્સના 318 પૂર્વ કર્મચારીઓએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટની મંજૂરી

ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને ન્યાય મૂર્તિ એ. એસ. બોપન્નાની બેન્ચે હવે બંધ થઈ ચૂકેલા આઝમ ઝાહી મિલ્સના 318 પૂર્વ કર્મચારીઓ દ્વારા દાખલ અપીલને મંજૂરી આપી હતી, જેમાં 134 પૂર્વ કર્મચારીઓની સાથે સમાનતાની માગ કરવામાં આવી હતી. મિલના 134 પૂર્વ કર્મચારીઓને 200 વર્ગ ગજના ભૂખંડ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-2020ની દિવાળીમાં જીવલેણ હુમલો કરનાર શખ્સને આજીવન કેદની સજા ફટકારતી ભાવનગર કોર્ટ

સિંગલ જજે આપેલો નિર્ણય પુનઃસ્થાપિત કરવામાં આવેઃ બેન્ચ

બેન્ચે કહ્યું હતું કે, ઉપરોક્તને જોતા અને ઉપર બતાવવામાં આવેલા કારણોથી આ બંને અપીલનો સ્વીકાર કરવામાં આવે છે. હૈદરાબાદમાં તેલંગાણા ઉચ્ચ કોર્ટ દ્વારા 19 ફેબ્રુઆરી 2020ના દિવસે આપેલા વિવાદિત નિર્ણય અને આદેશને ફગાવવામાં આવે છે તથા સિંગલ જજ દ્વારા આપવામાં આવેલો નિર્ણય અને આદેશને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. ઉચ્ચ કોર્ટે નિર્દેશ આપ્યો કે, કાતકીય અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (કુડા) અને રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ તત્કાલીન આઝમ ઝાહી મિલ્સના અન્ય 318 પૂર્વ કર્મચારીઓને પણ તે 134 પૂર્વ કર્મચારીઓ તરીકે માનવા અને તેમની અરજી પર વિચાર કરો, જેને 2007ના સરકારી આદેશાનુસાર, 200 વર્ગ મીટરની ભૂખંડ નિઃશુલ્ક આપવામાં આવી હતી.

જજની બેન્ચે સમાનતાનો અધિકાર યાદ અપાવ્યો

બેન્ચે કહ્યું હતું કે, ભારતીય સંવિધાનના અનુચ્છેદ 14 અંતર્ગત આપવામાં આવેલા સમાનતાના અધિકારનો દાવો કરનારો વ્યક્તિ કે પક્ષમાં નિહિત છે અને સંવિધાનના અનુચ્છેદ 226 અંતર્ગત શક્તિઓના પ્રયોગમાં સરકાર અને તેના સાધનો સામે લાગુ કરવા યોગ્ય છે.

ABOUT THE AUTHOR

...view details