થાણે (મહારાષ્ટ્ર): સોટી વાગે ચમ ચમ, વિદ્યા આવે રમઝમ.. આ કહેવતને અનુરુપ ઘણી વખત વિદ્યાર્થીને સુધારવા શિક્ષકો દ્વારા માર મારવામાં આવતો હોય છે. જેમાં અમુક વખત વિદ્યાથીઓને ગંભીર ઈજાઓ પહોચતી હોય છે. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સામે આવ્યો છે. ટ્યુશન ટીચર દ્વારા માર મારવાને કારણે અહીં એક 12 વર્ષનો છોકરો તેની સાંભળવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો.
હોમવર્ક ન કરતાં થપ્પડ મારી: સમગ્ર ઘટના અંગે અધિકારીએ કહ્યું કે કથિત ઘટના 31 માર્ચે બની હતી જ્યારે આરોપી શિક્ષકે છોકરાને હોમવર્ક ન કરવા બદલ તેના કાન પર જોરથી થપ્પડ મારી હતી. છોકરો રડતો રડતો ઘરે પહોંચ્યો અને તેના માતા-પિતાને આ અંગે જણાવ્યું. અધિકારીએ કહ્યું કે છોકરાને અંદરના કાનમાં સોજો આવી ગયો છે અને તે બરાબર સાંભળી શકતો નથી. શિક્ષક સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો:Bihar Crime: સહરસામાં શાળાના શિક્ષકના મારથી 7 વર્ષના વિદ્યાર્થીનું થયું મૃત્યુ