ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Stock Market Closing Bell : ત્રણ દિવસ બાદ બજાર ફરી ઊંચકાયું, BSE Sensex 261 પોઈન્ટના સુધારા સાથે બંધ

શેરમાર્કેટનું ગત અઠવાડિયાનું નબળું વલણ ચાલુ સપ્તાહમાં જેમનું તેમ રહ્યું હતું. ત્યારે આજે ભારતીય શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty વધારે સાથે ખુલતા બજારમાં ત્રણ દિવસ બાદ રોનક આવી છે. આજે મજબૂત વલણને જાળવી રાખી BSE Sensex અને NSE Nifty અનુુક્રમે 261 અને 79 પોઈન્ટના સુધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.

Stock Market Closing Bell
Stock Market Closing Bell

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 4:20 PM IST

મુંબઈ :ગત સપ્તાહ દરમિયાન બજારમાં ભારે એક્શન બાદ પણ નબળા વલણની અસર ચાલુ સપ્તાહ દરમિયાન જળવાઈ રહી હતી. જ્યારે આજે ભારતીય શેરબજારમાં BSE Sensex અને NSE Nifty આજે વધારા સાથે ખુલ્યા હતા. દિવસ દરમિયાન સતત મજબૂતીનું વલણ જોવા મળ્યું હતું. શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 261 અને 79 પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. સ્થાનિક નાણાકીય સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંંડના ટેકા અને ભારે લેવાલીના પગલે ભારતીય શેરમાર્કેટમાં ત્રણ દિવસ બાદ રોનક આવી છે.

BSE Sensex : આજે 17 ઓક્ટોબર મંગળવારના રોજ BSE Sensex ગત રોજના 66,166 બંધની સામે 392 પોઈન્ટના ઉછાળા સાથે 66,558 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ સ્થાનિક નાણાકીય સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંંડના ટેકાથી ભારે લેવાલી નીકળતા 66,559 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે, છેલ્લા એક કલાકમાં જ આશરે 250 પોઈન્ટની ડુબકી મારી 66,309 પોઈન્ટ ડાઉન ગયો હતો. આજે સતત મજબૂત વલણને જાળવી રાખી BSE Sensex ટ્રેડિંગ સેશનના અંતે 261 પોઈન્ટના સુધારા સાથે 66,428 પોઈન્ટના મથાળે બંધ થયો હતો. જે આશરે 0.39 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ BSE Sensex 115 પોઈન્ટ તૂટીને 66,166 ના મથાળે બંધ રહ્યો હતો.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 79 પોઈન્ટના સુધારા સાથે 19,811 પોઈન્ટ પર બંધ થયો હતો. જે 0.40 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 112 પોઈન્ટ વધીને 19,843 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 19,849 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે ત્યારબાદ અચાનક વેચવાલી નીકળતા 74 પોઈન્ટની ડૂબકી મારી 19,775 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. જોકે ગતરોજ NSE Nifty ઈનડેક્સ 19 પોઈન્ટ ઘટીને 19,731 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં પાવર ગ્રીડ કોર્પો (1.97 %), ટેક મહિન્દ્રા (1.15 %), કોટક મહિન્દ્રા (1.13 %), આઇટીસી (1.06 %) અને એનટીપીસીનો (0.99 %) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર :જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં ટાટા મોટર્સ (-1.55 %), લાર્સન (-1.21 %), ઇન્ડસઇન્ડ બેંક (-0.84 %), ટીસીએસ (-0.50 %) અને JSW સ્ટીલનો (-0.22 %) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1301 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 794 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં ઇન્ડસઇન્ડ બેંક, HDFC બેંક, ઇન્ફોસીસ અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. Stock Market Closing Bell : સપ્તાહની શરૂઆતમાં શેરબજાર તૂટ્યું, સતત ચોથા દિવસે રેડ ઝોનમાં બજાર બંધ
  2. Israel Hamas Conflict : FPIsએ ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં શેરબજારમાંથી 9,800 કરોડ ઉપાડી લીધા

ABOUT THE AUTHOR

...view details