ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રીનગર હવે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કનો ભાગ - Creative cities in India

જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરને યુનેસ્કો ક્રિએટિવ સિટી(UNESCO Creative City) નેટવર્ક હેઠળ હસ્તકલા અને લોકકલા શ્રેણી હેઠળ પસંદ કરવામાં આવ્યું છે.

શ્રીનગર હવે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કનો ભાગ
શ્રીનગર હવે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કનો ભાગ

By

Published : Nov 9, 2021, 10:24 AM IST

  • યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક હેઠળ હસ્તકલા-લોકકલા શ્રેણી પસંદ કરવામાં આવી
  • યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કમાં સાત સર્જનાત્મક ક્ષેત્રોનો સમાવેશ થાય છે
  • ભારતમાં ત્રણ શહેરોને વર્ષ 2019માં સર્જનાત્મકતાની માન્યતા આપી હતી

શ્રીનગર (J&K): એક મહત્વપૂર્ણ વિકાસમાં, જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરને યુનેસ્કો ક્રિએટિવ સિટી(UNESCO Creative City) નેટવર્ક હેઠળ હસ્તકલા અને લોકકલા(Crafts and folk art) શ્રેણી હેઠળ પસંદ કરવામાં આવ્યું છે. કલા અને હસ્તકલા માટેના ક્રિએટિવ સિટી નેટવર્કમાં સમાવેશથી શ્રીનગર માટે યુનેસ્કો દ્વારા વૈશ્વિક મંચ પર તેની હસ્તકલાનું પ્રતિનિધિત્વ કરવાનો માર્ગ મળ્યો છે.

યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્કમાં કલા અને લોક કલા, મીડિયા, ફિલ્મ, સાહિત્ય, ડિઝાઇન, ગેસ્ટ્રોનોમી અને મીડિયા આર્ટ્સના સાત સર્જનાત્મક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

વર્ષ 2019 ત્રણ ભારતીય શહેરોને સર્જનાત્મકતાની માન્યતા હતી

શ્રીનગર માટે ક્રિએટિવ સિટી તરીકે નોમિનેશન માટેનો ડોઝિયર સૌપ્રથમ વર્ષ 2019માં શ્રીનગર દ્વારા ફાઈલ કરવામાં આવ્યો હતો જો કે તે વર્ષ દરમિયાન ગેસ્ટ્રોનોમી માટે હૈદરાબાદ અને ફિલ્મ માટે મુંબઈની જ પસંદગી કરવામાં આવી હતી. વર્ષ 2019 પહેલા માત્ર ત્રણ ભારતીય શહેરોને સર્જનાત્મક શહેરો માટે UCCN ના સભ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી - 2015માં જયપુર (હસ્તકલા અને લોકકલા), 2015માં વારાણસી (સંગીતનું સર્જનાત્મક શહેર) અને 2017માં ચેન્નાઈ (સંગીતનું સર્જનાત્મક શહેર). વર્ષ 2020 માટે યુનેસ્કોએ ક્રિએટિવ સિટી નેટવર્ક માટે અરજીઓ મંગાવી ન હતી.

શહેરની ઐતિહાસિક હસ્તકલા અને કળાની માન્યતા

"યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક હેઠળ શ્રીનગરના નામાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને વિશ્વ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ જેલમ તાવી ફ્લડ રિકવરી પ્રોજેક્ટ હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. આ શહેરની ઐતિહાસિક હસ્તકલા અને કળાની માન્યતા છે," મુખ્ય કાર્યકારી અધિકારી, ઝેલમ તાવી ફ્લડ રિકવરી પ્રોજેક્ટ, JKERA, ડૉ. આબિદ રશીદ શાહે જણાવ્યું હતું કે, "આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે."

આ પણ વાંચોઃAugusta Westland પરથી મોદી સરકારે હટાવ્યો પ્રતિબંધ, કોંગ્રેસે પૂછ્યું, કઇ લોન્ડ્રીનો ઉપયોગ કર્યો?

આ પણ વાંચોઃ પાકિસ્તાને પાકિસ્તાની તાલિબાન સાથે એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી

ABOUT THE AUTHOR

...view details