ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Flight launch: સ્પાઇસજેટ શરૂ કરશે મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર-ગુજરાતની 8 નવી ફ્લાઈટ્સ - ઉડાન યોજના

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Sindhiya)એ 11 જૂલાઈએ જણાવ્યું હતું કે, એરલાઇન્સ સ્પાઇસજેટ(SpiceJet) શુક્રવારથી મધ્ય પ્રદેશને મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે જોડતી આઠ નવી ફ્લાઇટ શરૂ કરશે.

Flight launch
Flight launch

By

Published : Jul 11, 2021, 8:16 PM IST

  • ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી માહિતી
  • મધ્યપ્રદેશથી સુરત અને ગુજરાતની ફ્લાઈટ
  • ઉડ્ડયન ઉદ્યોગ UDN યોજનાને વધુ ઉંચાઇ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ

નવી દિલ્હી:નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Singhiya)એ ટ્વીટ કર્યું છે કે, મધ્યપ્રદેશ માટે સારા સમાચાર છે. શુક્રવાર 16 જુલાઈથી સ્પાઇસજેટ(SpiceJet) દ્વારા આઠ નવી ફ્લાઇટ્સ કાર્યરત થશે. આ ફ્લાઇટ્સ ગ્વાલિયર-મુંબઇ-ગ્વાલિયર, ગ્વાલિયર-પુણે-ગ્વાલિયર, જબલપુર-સુરત-જબલપુર, અમદાવાદ-ગ્વાલિયર-અમદાવાદથી શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાને કેમ સ્પાઈસ જેટના વિમાનને રોક્યુ હતુ? આ રહી સંપૂર્ણ વિગતો....

ઉડાન યોજના અંતર્ગત આર્થિક સહાય અપવામાં આવશે

નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Aviation Ministry) અને ઉડ્ડયન ઉદ્યોગ UDN યોજનાને વધુ ઉંચાઇ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે, ઉડાન યોજના અંતર્ગત પસંદ કરેલી એરલાઇન્સને કેન્દ્ર (Central Government) અને રાજ્ય સરકારો (State Government) તેમજ એરપોર્ટ સંચાલકો (Airport Association) દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details