કોલકાતા:પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી બુધવારે કેબિનેટમાં (cabinet reshuffle in west bengal) ફેરબદલ કરશે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસએ (trinamool congress West Bengal) જણાવ્યું હતું કે, 2011માં પાર્ટી સત્તામાં આવી ત્યારથી આ સૌથી મોટા ફેરફારોમાંથી (Trinamool Congress Cabinet Reshuffle) એક હોઈ શકે છે. કેબિનેટમાં ફેરબદલ(Reshuffle in the west Bengal) એવા સમયે કરવામાં આવ્યો છે. જ્યારે ગયા વર્ષે તૃણમૂલ રાજ્યમાં ત્રીજી વખત સત્તામાં પરત ફર્યા પછી શાળા-નોકરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી વરિષ્ઠ પ્રધાન પાર્થ ચેટરજીની ધરપકડ પર પાર્ટી રાજકીય રૂપે વિપક્ષના નિશાના પર છે.
આ પણ વાંચોઃપાટણમાં રોગચાળો : ડેન્ગ્યુ સહિત મચ્છર અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓ ઊભરાયાં
9 પ્રધાન શપથ લેશેઃ મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ કેબિનેટમાં ફેરબદલી બાદ 9 પ્રધાનને શપથ લેવડાવવાના છે. તેમાં બાબુલ સુપ્રિયો, પાર્થ ભૌમિક, સ્નેહાસિસ ચક્રવર્તી અને અન્યનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે. બેનર્જીએ સોમવારે પોતાની પાર્ટીના સંગઠનમાં મોટો ફેરફાર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે બુધવારે કેબિનેટમાં ફેરબદલ થશે. તેમણે કહ્યું હતું કે નવા કેબિનેટમાં ચાર-પાંચ નવા ચહેરાઓને સામેલ કરવામાં આવશે.