- અભિનેતા સોનૂ સૂદના 6 ઠેકાણા પર પહોંચ્યા આવકવેરા વિભાગના અધિકારી
- કથિત ટેક્સ ચોરી મામલે મુંબઈ અને લખનૌમાં કાર્યવાહી
- સોનૂ સૂદની સંપત્તિ ખરીદી પર આવકવેરા વિભાગની નજર
મુંબઈ: આવકવેરા વિભાગના અધિકારી કથિત ટેક્સ ચોરીના મામલે તપાસ માટે બુધવારના અભિનેતા સોનૂ સૂદથી જોડાયેલા કેટલાક સ્થાનો પર પહોંચ્યા હતા. સત્તાવાર સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે.
મુંબઈ અને લખનૌમાં 6 સ્થાને કાર્યવાહી
તેમણે જણાવ્યું કે, તપાસની આ કાર્યવાહી મુંબઈ અને લખનૌના ઓછામાં ઓછા 6 સ્થાનો પર કરવામાં આવી. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આવકવેરા વિભાગના અધિકારી સોનૂ સૂદના ઘરે પણ પહોંચ્યા છે કે કેમ. સૂત્રોએ જણાવ્યું કે, સંપત્તિની ખરીદી પર આવકવેરા વિભાગની નજર છે.
'દેશ કા મેન્ટર' કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટી સરકારના બ્રાન્ડ એમ્બેસેડર છે સોનૂ સૂદ
ઉલ્લેખનીય છે કે અભિનેતા સોનૂ સૂદ ગત વર્ષે કોવિડ-19ના કારણે લાગુ થયેલા દેશવ્યાપી લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાને લઇને ચર્ચામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકારે હાલમાં 48 વર્ષીય સૂદને 'દેશ કા મેન્ટર' કાર્યક્રમ હેઠળ આમ આદમી પાર્ટી સરકારના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા છે. આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને તેમના કેરિયરને લઇને માર્ગદર્શન આપવામાં આવશે.
વધુ વાંચો: મોદી સરકારના મોટા નિર્ણય, ટેલીકોમ સેક્ટરમાં 100% FDI, ઑટો સેક્ટર માટે PLI સ્કીમને પણ મંજૂરી
વધુ વાંચો: પંજાબ ભાજપના પ્રવક્તા હરમિન્દરસિંહ કાહલોને કર્યું ખેડૂતો અંગે નિવેદન