ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનુ નિગમે કરી યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત - કાશી વિશ્વનાથ

સોનુ નિગમે સોમવારનાં રોજ ઉત્તર પ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. તેઓ અયોધ્યાની મુલાકાત લઈ આનંદિત થઈ ગયા હતા. હવે તેઓ કાશીની મુલાકાત લેશે અને બાબા વિશ્વનાથનાં દર્શન કરશે.

sonu nigam
sonu nigam

By

Published : Jan 25, 2021, 7:30 PM IST

  • સોનુએ કર્યા મિત્રો સાથે શ્રીરામનાં દર્શન
  • રામ મંદિરનાં કાર્યક્રમમાં જોડાવુ પસંદ કરશે સોનુ
  • યોગીજી ખુબ જ દૂરદર્શી વ્યક્તિ: સોનુ

લખનઉ: સુપ્રસિદ્ધ ગાયક સોનુ નિગમે સોમવારનાં રોજ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તેમના સરકારી નિવાસ પર મૂલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન યોગી સાથેની મૂલાકાત પહેલા સોનુ નિગમે રવિવારનાં રોજ અયોધ્યામાં ભગવાન રામના દર્શન લીધા હતા. હવે તેઓ કાશી જઈને બાબા વિશ્વનાથનાં દર્શન પણ કરશે.

પ્રદેશના નેતૃત્વ અર્થે યોગીજીનું સન્માન થવું જોઈએ

મુખ્યપ્રધાન સાથેની મૂલાકાત બાદ સોનુ નિગમે કહ્યું કે, યોગીજી ખુબ જ દૂરદર્શી વ્યક્તિ છે. આવું વ્યક્તિત્વ જ્યારે કોઈ પ્રદેશનું નૈતૃત્વ કરતું હોય ત્યારે તેમનું સમ્માન થવું જોઈએ અને આ જ કારણે તેણે યોગીજીની મૂલાકાત લીધી છે. સોનુના કહેવા મુજબ, તેઓ લખનઉમાં હતાં અને તેમણે મિત્રો સાથે શ્રીરામનાં દર્શન લીધા, તે દરેકને શ્રીરામમાં શ્રદ્ધા છે.

કાશીની મુલાકાત લેશે સોનુ નિગમ

રામ મંદિરનાં સંદર્ભે તેમણે કહ્યું કે, આ એક ઐતિહાસિક સમય ચાલી રહ્યો છે, અમે સૌએ ત્યાં ભવ્યતાનું પદાર્પણ જોયું અને તેના સહભાગી થવું સૌને ખુબ ગમ્યું. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ હવે કાશીની મૂલાકાત લેશે અને બાબા વિશ્વનાથનાં દર્શન કરશે. આ જ સંદર્ભે તેઓ લખનઉમાં હતાં અને તેથી યોગીજી સાથે આવી ઉત્તમ મૂલાકાત થઈ શકી. સોનુએ તેમને અપીલ કરી છે કે તેઓ આ કાર્યક્રમ સાથે જોડાવું પસંદ કરશે અને અન્ય લોકોએ પણ અહિં આવા કાર્યોમાં જોડાવું જોઈએ. તેઓ આ કાર્યમાં પોતાનો સહયોગ આપવા માટે તત્પર છે.

ABOUT THE AUTHOR

...view details