- કેન્દ્ર સરકારની વેક્સિન પોલિસી પર પ્રશ્નો ઉઠ્યા
- કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો
- વેક્સિન નિર્માતા કંપનીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે અલગ અલગ ભાવ નક્કી કર્યા
નવી દિલ્હીઃ એક તરફ દેશમાં કોરોના વેક્સિનેશન ઝડપથી ચાલી રહ્યું છે તો બીજી તરફ નવો વિવાદ સર્જાયો છે. હાલમાં જ વેક્સિન બનાવનારી એક ખાનગી કંપનીએ વેક્સિનના ભાવ નક્કી કર્યા છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. હવે આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેક્સિનના ભાવ અંગે પ્રશ્નો પૂછ્યા છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, આ સમયે હોસ્પિટલ્સમાં બેડ, દવા, ઓક્સિજનની અછત છે. તેવામાં સરકાર આ પ્રકારની નફાખોરીને પરવાનગી કેવી રીતે આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સિન નિર્માતા કંપનીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે વેક્સિનના અલગ અલગ ભાવ નક્કી કર્યા છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ પર ભારણ વધશે.
આ પણ વાંચોઃમહીસાગર જિલ્લામાં 45 વર્ષથી વધુ વયના 1.37 લાખ લોકોને કોરોનાની વેક્સિન અપાઈ
વેક્સિન નિર્માતાએ એક જ વેક્સિનના ત્રણ ભાવ નક્કી કર્યા