- 18 જુલાઇના રોજકોંગ્રેસના લોકસભાના સાંસદોની વર્ચુઅલ બેઠક યોજાશે
- આ સભાને કોંગ્રેસ સંસદીય પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધન કરશે
- ચોમાસું સત્ર આગામી સપ્તાહથી શરૂ
નવી દિલ્હી: આવતીકાલે કોંગ્રેસના લોકસભાના સાંસદોની વર્ચુઅલ બેઠક યોજાવાની છે, ત્યારે આ સભાને કોંગ્રેસ સંસદીય પાર્ટી (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધન કરશે. સંસદનું ચોમાસું સત્ર આગામી સપ્તાહથી શરૂ થવા જઈ રહ્યું છે. જેને લઇને કોંગ્રેસે ચોમાસું સત્રમાં મોદી સરકારને રાખવા વ્યૂહરચના બનાવવા માટે લોકસભાના સાંસદોની બેઠક બોલાવી છે. આ વખતે કોંગ્રેસ ઘણા મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ગૃહમાં મોદી સરકારને ઘેરી લેવા કોંગ્રેસ વિરોધી પક્ષોનો પણ સંપર્ક કરી રહી છે. રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન અન્ય પક્ષો સાથે વાતચીત કરી હતી.
આ પણ વાંચો: 19 જુલાઈએ શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, વિપક્ષ સરકારને ક્યા મુદ્દે ઘરશે ?
વિપક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચે તકારાર
કોરોનાના બીજા લહેર અને રસીકરણની ધીમી ગતિ, મઘવારી મુદ્દો, ખેડૂતો આંદોલન, રાફેલની જેપીસી તપાસ, ડીલ-પેટ્રોલના વધતા ભાવ, કૃષિ કાયદો અને સરહદના પ્રશ્નો આ મુદ્દાઓને લઇને વિપક્ષ અને કેન્દ્ર સરકાર વચ્ચે તકારાર થઇ શકે છે.
અર્થવ્યવસ્થાની સ્થિતિ
કોરોનાની અસર દેશના બધા ક્ષેત્ર પર પડી છે. સરકાર બધા ક્ષેત્રોમાં રાહત આપવા માટે અને સ્થિતિ સુધારવા માટે રાહત પેકેજ પણ લાવી હતી. આપણી GDP ચાર દશકમાં પહેલી વાર આટલી સંકુચિત થઈ છે. વિપક્ષ આ મૃદ્દે પણ સરકાર ઘેરી શકે છે.
ભારત અને ચીન વિવાદ
ભારત અને ચીન વચ્ચે વિવાદ શાંત થઈ ગયો છે, કારણ કે બંન્ને પક્ષ પોંગયોંગ ત્સો અને ગલવાન ઘાટીના સંઘર્ષ બિંદુ પરથી હટી ગયા છે. પણ ગોગરા પોસ્ટ અને હોટ સ્પ્રિગ્સ પરથી ચીન હટવા માટે આનાકાની કરી રહ્યું છે. એવામાં ખબર આવી હતી કે ભારતે 50,000 સૈનિકોને ચીન સીમાં પર પાછા ખડક્યા છે. વિપક્ષ આ મૃદ્દે પણ સરકારને તીખા સવાલ કરી શકે છે.