પૂર્ણિયા: બિહારના પૂર્ણિયામાં (Crime In Purnea) એક કલયુગી પુત્રએ તેના પિતાને (Son Killed Father In Purnea) ગોળીઓથી મારી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના ધમદહા પોલીસ સ્ટેશન વિસ્તારના વિશનપુર પંચાયતના કવૈયા ગામની છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જે બાદ કેસની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:Pregnant women murdered in Surat: રેલવે ટ્રેક વચ્ચે ગર્ભવતી મહિલાનો હત્યા કરાયેલી મૃતદેહ મળી આવી
અરવિંદ મંડલનું ઘટનાસ્થળે જ મોત : મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ કવૈયા ગામના રહેવાસી અરવિંદ મંડલ (Son Killed Father In Purnea) તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે અરવિંદ મંડલ તેના ઘરેથી ભવાનીપુર જવા નીકળ્યા હતા. આ દરમિયાન કવૈયાથી થોડે દૂર બાઇક પર આવેલા બે લોકોએ તેમને રોક્યા અને 6 ગોળીઓ ચલાવી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણકારી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.