મુંબઈ: ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં આતંક જેવી સ્થિતિ ઊભી કરી છે. ભાજપનું પ્રતિનિધિમંડળ આજે કેન્દ્રીય ગૃહ સચિવને મળ્યું (Somaiya meet Home Secretary) હતું અને મહારાષ્ટ્રની સ્થિતિ અંગે તેમને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. પ્રતિનિધિમંડળે ગૃહ સચિવને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે માહિતી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર મામલાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરવાની માંગ કરવામાં આવી છે.
Somaiya meet Home Secretary: હનુમાન ચાલીસાને લઈને રાજકારણ ગરમાયુ, શિવસેનાના કાર્યકરો હુમલો કરવા લાગ્યા
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા શનિવારે રાત્રે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે શિવસેનાના કાર્યકરો દ્વારા તેમની SUV પર બૂટ અને પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. હનુમાન ચાલીસાને લઈને મહારાષ્ટ્રમાં યુદ્ધ ચાલી રહ્યું છે. કિરીટ સોમૈયા પર થયેલા હુમલાને લઈને ભાજપનું પ્રતિનિધિમંડળ આજે કેન્દ્રીય ગૃહ સચિવને મળ્યું (Somaiya meet Home Secretary) હતું.
મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં તેમના પર થયેલા હુમલાના સંદર્ભમાં બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર (Somaiya letter to Home Secretary) પણ લખ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા શનિવારે રાત્રે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે શિવસેનાના (shivsena attack somaiya) કાર્યકરોએ તેમની SUV પર બૂટ અને પાણીની બોટલો ફેંકી હતી. સોમૈયા અપક્ષ સાંસદ નવનીત રાણા (navneet rana hanuman chalisa) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મળવા પોલીસ સ્ટેશન ગયા હતા. બીજેપી નેતાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, શિવસેનાના ગુંડાઓના હુમલામાં તેઓ ઈજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો:સાવધાન: નવી વીમા પોલીસી લેવાનું વિચારી રહ્યા છો? તો છેતરપિંડી કરનારાઓથી આ રીતો બચી શકો