- રાકેશ ટિકૈતે ભાજપને વોટ ન આપવા કરી અપીલ
- રાકેશ ટિકૈત શનિવારે બંગાળ જશે
- ટિકૈતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન માત્ર ખોટું બોલે છે
જોધપુર : દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈત શુક્રવારે જોધપુરના પીપરમાં કિસાન પંચાયતમાં ભાગ લેવા માટે તેમની આખી ટીમ સાથે શુક્રવારે પહોંચ્યા હતા. આ દરમિયાન ટિકૈતે PM મોદી પર વાત કરી હતી. ટિકૈતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન માત્ર ખોટું બોલે છે. રાકેશ ટિકૈત શનિવારે બંગાળ જઈ રહ્યા છે અને બંગાળના નંદિગ્રામ પણ જશે. આ દરમિયાન તેમને લોકોને અપીલ કરશે કે, ભારતીય જનતા પાર્ટીને મત ન આપવો જોઇએ.
આ પણ વાંચો -નંદીગ્રામમાં ઈજાગ્રસ્ત થયા મમતા, રાજ્યપાલે કોલકાતાની હોસ્પિટલમાં લીધી મુલાકાત
ટિકૈટ સાથે આવેલા જાટ સમુદાયના નેતા રાજારામ ભીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ સાથે રાજારામ ભીલે ભાજપને દેશમાં ઠગ અને કોર્પોરેટ ગવર્નન્સની પાર્ટી ગણાવી હતી. રાજસ્થાનમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં થતી અસર અંગે તેમને જણાવ્યું હતું કે, અમે અહીંના લોકોને તાલીમ આપીશું અને તેમનો ભય દૂર કરીશું.