ગુજરાત

gujarat

Skill Development રાષ્ટ્રીય જરૂરિયાત અને આત્મનિર્ભર ભારતનો સૌથી મોટો આધારઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી પેઢીના યુવાનોના કૌશલ વિકાસ (Skill Development)ને એક રાષ્ટ્રીય જરૂરિયાત ગણાવી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું હતું કે, આ 'આત્મનિર્ભર ભારત' (Aatmanirbhar Bharat)નો એક મોટો આધાર છે. વિશ્વ કૌશલ યુવા દિવસ (World Skill Youth Day) પર આયોજિત એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ (Video Conference)ના માધ્યમથી સંબોધિત કરતા વડાપ્રધાને છ વર્ષમાં તૈયાર થયેલા તમામ સંશાધનોનો ઉપયોગ કરતા કુશલ ભારત અભિયાન (Skill India Mission)ને નવી રીતે ગતિ આપવાનું આહ્વાન કર્યું છે.

By

Published : Jul 15, 2021, 1:18 PM IST

Published : Jul 15, 2021, 1:18 PM IST

કૌશલ વિકાસ રાષ્ટ્રીય જરૂરિયાત અને આત્મનિર્ભર ભારતનો સૌથી મોટો આધારઃ વડાપ્રધાન મોદી
કૌશલ વિકાસ રાષ્ટ્રીય જરૂરિયાત અને આત્મનિર્ભર ભારતનો સૌથી મોટો આધારઃ વડાપ્રધાન મોદી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વિશ્વ કૌશલ યુવા દિવસ (Skill India Mission) નિમિત્તે યુવાનોને કર્યા સંબોધિત
  • વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ (Video conference)ના માધ્યમથી કરેલા સંબોધનમાં કૌશલ વિકાસ (Skill Development)ને આત્મનિર્ભર ભારતનો સૌથી મોટો આધાર ગણાવ્યો
  • વડાપ્રધાને 6 વર્ષમાં તૈયાર થયેલા તમામ સંશાધનોનો ઉપયોગ કરતા કુશલ ભારત અભિયાન (Skill India Mission)ને નવી રીતે ગતિ આપવાનું આહ્વાન કર્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ નવી પેઢીના યુવાનોની સ્કિલ ડેવલપમેન્ટ (Skill Development)ને આત્મનિર્ભર ભારતનો સૌથી મોટો આધાર ગણાવ્યો છે. છેલ્લા 6 વર્ષમાં જે આધાર બન્યો, જે નવી સંસ્થા બની, તેમની સંપૂર્ણ તાકાત જોડીને અમે નવી રીતે સ્કિલ ઈન્ડિયા મિશન (Skill India Mission)ને ગતિ આપવાની છે.

આ પણ વાંચોઃPM Modi in Varanasi: વડાપ્રધાન મોદીએ આપી કાશીને 1500 કરોડની ભેટ

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું હતું કે, નવી પેઢીના યુવાનોના કૌશલનો વિકાસ કરવો એ રાષ્ટ્રની જરૂરિયાત છે અને તે આત્મનિર્ભર ભારતનો મોટો આધાર છે. છેલ્લા 6 વર્ષોમાં જે આધાર બન્યો છે, જે નવી સંસ્થા બની છે, તેમની સંપૂર્ણ તાકાત જોડીને આપણે નવી રીતે સ્કિલ ઈન્ડિયા મિશન (Skill India Mission)ને ગતિ આપવાની છે. વડાપ્રધાને યુવાઓને સલાહ આપતા કહ્યું હતું કે, આવક શરૂ થયા પછી પણ તેમને પોતાના કૌશલ વિકાસ (Skill Development)ને સતત ચાલુ રાખવાનું છે અને કૌશલ વિકાસના માધ્યમથી પોતાને અને દેશને આત્મનિર્ભર બનાવવાનું છે.

આ પણ વાંચોઃસંસદના Monsoon session પહેલા 18 જુલાઈએ યોજાશે તમામ રાજકીય પક્ષની બેઠક, PM Modi બેઠકમાં રહેશે હાજર

જે કુશળ હશે તે જ આગળ વધશેઃ વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું હતું કે, આજે વિશ્વમાં કૌશલની એટલી માગ છે કે, જે કુશળ હશે તે જ આગળ વધશે. આ વાત વ્યક્તિઓ પર પણ લાગુ થાય છે અને દેશ પર પણ. વિશ્વ માટે એક સ્માર્ટ અને કુશળ શ્રમ સમાધાન ભારત આપી શકે. આ અમારા યુવાનોની કૌશલ રણનીતિના મૂળમાં હોવું જોઈએ. આને જોતા ગ્લોબલ સ્કિલ ગેપની મેપિંગ કરવામાં આવી રહી છે, જે ખૂબ જ સારું પગલું છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, દેશના યુવાઓએ પોતાના કૌશલને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જે રીતે ઝડપથી ટેક્નોલોજી (Technology) બદલાઈ રહી છે. આગામી ત્રણ-ચાર વર્ષમાં એવા કુશળ લોકોની માગ ઝડપથી વધશે. કોરોના સામે ભારતની અસરકારક લડાઈમાં કુશળ શ્રમ બળનો મોટું યોગદાન રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details