ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માણસ છે કે રાક્ષસ? 6 વર્ષના બાળકનો ખાડામાંથી મળ્યો મૃતદેહ, થયું હતું આવું - બિહાર પોલીસ

બેગુસરાયમાં બાળકની હત્યા કર્યા બાદ બદમાશોએ મૃતદેહને ખાડામાં ફેંકી દીધી હતી. બાળકની (Child Murder In Begusarai) આંખ પર ખૂબ ઊંડી ઈજાના નિશાન પણ છે. જેના કારણે એવું લાગે છે કે તેની આંખ પર રેતીના હથિયારથી અનેક વાર કરવામાં આવ્યો છે.

માણસ છે રાક્ષસ? છ વર્ષના બાળકની આંખ ફોડી-જીભ કાપી નાંખી, હત્યા કરીને દાટી દીધો
માણસ છે રાક્ષસ? છ વર્ષના બાળકની આંખ ફોડી-જીભ કાપી નાંખી, હત્યા કરીને દાટી દીધો

By

Published : Jul 15, 2022, 4:10 PM IST

બેગુસરાયઃબિહારના નીમી જિલ્લાના ચાંદપુરા પોલીસની હદમાં આવતા કુસમહૌત ગામને હૈયું હચમચાવી દે આવી ઘટના સામે આવી છે. બિહારના બેગુસરાઈમાં છ વર્ષના બાળકની (Child Murder In Begusarai) નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ બાળકીની બન્ને આંખ ફોડી નાંખી હતી. આટલી ક્રુરતાથી (Brutal Murder Begusarai) સંતોષ ન થયો તો રાક્ષસી માનસ લઈને આવેલાઓએ બાળકીની જીભ કાપી નાંખી હતી. પછી એનો મૃતદેહ ખાડામાં (Dead boy in Dig) દફનાવી દીધો હતો. આ અંગેની જાણકારી પોલીસને મળતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

માણસ છે રાક્ષસ? છ વર્ષના બાળકની આંખ ફોડી-જીભ કાપી નાંખી, હત્યા કરીને દાટી દીધો

આ પણ વાંચો: પત્નીનું કપાયેલું માથું લઈને 12 કિમી ચાલ્યો પતિ ને પછી...

ખાડામાંથી મૃતદેહ મળ્યોઃઆ કેસમાં મૃતક બાળકનું નામ અંકુશ કુમાર છે. કહેવાય છે કે ગુરુવારે સાંજે દામોદરનો નાનો દીકરો અંકુશ 4 વાગે રમવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. સાંજ સુધી તે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ઘણી શોધખોળ બાદ સ્વજનોએ ગામના ખાડામાં એક મૃતદેહ જોયો. સંબંધીઓએ નજીક જઈને જોયું તો તે અંકુશ હતો. અંકુશની મૃતદેહ જોઈને આક્રોશ ફેલાયો હતો. દામોદરના ચાર બાળકોમાં અંકુશ સૌથી નાનો હતો.

આ પણ વાંચો:વિયેતનામથી આવેલું કપલ પોતાની સાથે મોતનો સામાન લઈ આવ્યું, 45 પિસ્તોલ જપ્ત

શું કહ્યું પિતાએઃબાળકના પિતા દામોદરે જણાવ્યું કે, અમારી કોઈ સાથે દુશ્મની ન હતી. અમારા બાળકે કોઈનું શું નુકસાન કર્યું કે તેની આટલી નિર્દય રીતે હત્યા કરવામાં આવી. તેને જોઈને એવું લાગે છે કે તેનું ગળું અગાઉ ગૂંગળાવી દીઘુ હશે. તેની બન્ને આંખો ઉડી ઊતરી ગઈ હતી. જીભ પણ કપાઈ ગઈ હતી. હત્યા બાદ મૃતદેહને ખાડામાં ફેંકી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં પરિવારજનોની ફરિયાદ લઈને કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે. શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details