નવી દિલ્હીઃખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક નવો વીડિયો જાહેર કર્યો છે. જેમાં શીખોને 19 નવેમ્બર પછી એર ઈન્ડિયાના વિમાનમાં ન ઉડાન ભરવાનું કહેવામાં આવ્યું છે. તેણે કહ્યું છે કે તેનો જીવ જોખમમાં હોઈ શકે છે.
પન્નુએ દાવો કર્યો હતો કે એર ઈન્ડિયા 19 નવેમ્બરે બંધ થઈ જશે. પન્નુએ પોતાના વીડિયોમાં કહ્યું કે અમે શીખ લોકોને એર ઈન્ડિયા દ્વારા ઉડાન ન ભરવા માટે કહી રહ્યા છીએ. 19 નવેમ્બરથી વૈશ્વિક નાકાબંધી થશે. એર ઈન્ડિયાને ઓપરેટ કરવા દેવામાં આવશે નહીં. શીખ લોકો 19 નવેમ્બર પછી એર ઈન્ડિયામાં મુસાફરી ન કરે, તેનો જીવ જોખમમાં હોઈ શકે છે. પન્નુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પન્નુએ કહ્યું કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે. તેનું નામ બદલાશે. પન્નુએ કહ્યું કે આ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલના દિવસે થશે. પન્નુએ કહ્યું કે આ એરપોર્ટનું નામ શાહિદ બિંત સિંહ, શાહિદ સતવંત સિંહ ખાલિસ્તાન એરપોર્ટ હશે. પન્નુએ કહ્યું કે પંજાબ 19 નવેમ્બરે આઝાદ થશે.
પહેલા પણ આપી છે ધમકીઓ:આ પહેલીવાર નથી જ્યારે SFJ ચીફ પન્નુએ ધમકી આપી હોય. સપ્ટેમ્બરમાં, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ વચ્ચે તેણે હિંદુ-કેનેડિયનોને કેનેડા છોડવા વિનંતી કરી હતી. સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં પન્નુએ કહ્યું કે ખાલિસ્તાન તરફી શીખોએ સતત કેનેડા પ્રત્યે વફાદારી દર્શાવી છે. પછી પન્નુએ ઈન્ડો-કેનેડિયન હિંદુઓને પણ ધમકી આપી. પન્નુએ ઈન્ડો-કેનેડિયન હિંદુઓને કેનેડા છોડવા કહ્યું હતું.
- India Canada Issue: ભારતીય રાજદૂતે નિજ્જરની હત્યામાં કેનેડા પાસેથી પુરાવા માંગ્યા
- Palestinian Gaza Conflict: હમાસે ગાઝાથી ઈઝરાયેલના સૌથી દૂરના વિસ્તાર પર કર્યા રોકેટ હુમલા