- વોડાફોન આઈડિયામાં ટેરિફમાં 25% સુધીનો વધારો
- એરટેલે વૉઇસ પ્લાનમાં લગભગ 25 ટકાનો વધારો
- વધેલા દરો 25 નવેમ્બરથી લાગુ થશે
મુંબઈ: દેવા હેઠળ દબાયેલી ટેલિકોમ કંપની(telecom company in india) વોડાફોન આઈડિયાએ મંગળવારે તમામ પ્લાનમાં મોબાઈલ કોલ અને ડેટા રેટમાં 20-25 ટકાના વધારાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વધેલા દરો 25 નવેમ્બરથી લાગુ થશે. કંપનીએ 28 દિવસના સમયગાળા માટે રિચાર્જની(Vodafone Idea Recharge) લઘુત્તમ કિંમત 25.31 ટકા વધારીને રૂ. 79 થી રૂ. 99 કરી દીધા છે.
વોડાફોન આઈડિયાએ લોકપ્રિય પ્લાનના દરોમાં 20-23 ટકાનો વધારો
કંપનીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, 28 દિવસની વેલિડિટી સાથે પ્રતિદિન એક GB ડેટા લિમિટ સાથેના અમર્યાદિત પ્લાનની(vodafone recharge plan)કિંમત 25 નવેમ્બરથી રૂ. 269 થશે. હાલમાં તેની કિંમત 219 રૂપિયા છે. તેમજ 1.5 GB પ્રતિ દિવસની ડેટા મર્યાદા સાથે 84 દિવસની માન્યતાવાળા પ્લાનની(idea recharge plan)કિંમત 599 રૂપિયાને બદલે 719 રૂપિયા હશે. આ ઉપરાંત, 1.5 જીબી પ્રતિ દિવસની ડેટા મર્યાદા સાથે 365 દિવસના પ્લાનની કિંમત 20.8 ટકા વધીને રૂ. 2,899 થશે, હાલમાં તેની કિંમત 2,399 રૂપિયા છે.