- દિલ્હીની રોહિણી કોર્ટે કાઢ્યું સમન્સ
- શિલ્પા અને રાજ કુન્દ્રા સામે છેતરપિંડીનો મામલો
- રોકાણકારોના નાણાં પોર્ન ફિલ્મમેકિંગમાં વાપરવાનો આક્ષેપ
નવી દિલ્હીઃ દિલ્હીની રોહિણી કોર્ટે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે પોર્ન ફિલ્મ બનાવવા માટે રોકાણકારોના પૈસા વાપરવાના આરોપમાં દિલ્હી પોલિસને કાર્યવાહીનો અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ માનસી મલિકે આગામી સુનાવણી 9 નવેમ્બરે કરવાનો આદેશ આપ્યો છે.
કુન્દ્રા દંપતિએ ખોટી માહિતી આપી
આર્ટેક બિલ્ડર્સના ભાગીદાર વિશાલ ગોયલે આ અરજી દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ એક ષડયંત્ર હેઠળ તેમની કંપની વિઆન ઇન્ડસ્ટ્રીઝનો ઉજ્જવળ ચહેરો બતાવ્યો હતો અને તેમને રોકાણ કરવા કહ્યું હતું. અરજીમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ કહ્યું કે તેમની પાસે એનિમેશન, ગેમિંગ, લાઇસન્સિંગ, ટેકનોલોજી અને બ્યૂટી પ્રોડક્ટ્સનો વ્યવસાય છે.