- શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓમાં વધારો
- શિલ્પા અને તેની માતા પર છેતરપીંડીનો કેસ
- ધરપકડ થવાની શક્યતા
લખનઉ: વિભુતિ ખંડ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમની માં સુંનદા શેટ્ટી ઉપર એમેક્સ હાઈટ્સ નિવાસી જ્યોત્સના ચૌહાણે પોતાના સાથે થેયલી છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. રોહિત વીર સિંહે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને કાર્યવાહીની માગ કરી છે. આ કેસમાં પોલીસ તપાસ ઝડપી થઈ ગઈ છે.
શિલ્પા શેટ્ટીની થઈ શકે છે ધરપકડ
શિલ્પા શેટ્ટી અને તેમની મા સુનંદાની ભૂમિકા કરોડો રૂપિયાની છેતરપીંડીમાં બહાર આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે હજરતગંજ પોલીસે એક મહિના પહેલા જ શિલ્પા શેટ્ટીની માતાને નોટીસ મોકલી દીધી હતી પણ વિભૂતિ ખંડમાં દાખલ કેસમાં ડીસીપી પૂર્વીની એક વિશેષ ટીમ અલગથી તપાસ માટે મુંબઈ પહોંચી હતી. પૂર્વ ઝોનની પોલિસ નોટીસ આપવા સાથે તપાસ કરી પૂછપરછ પણ કરશે. અનુમાન લગાવામાં આવી રહ્યો છે કે પોલીસ તપાસમાં શિલ્પા શેટ્ટી અને તેની મા સુનંદા શેટ્ટીની ભૂમિકા સ્પષ્ટ થયા પછી ધરપકડ પણ થઈ શકે છે.
આ પણ વાંચો :ઝૂંપડપટ્ટીમાં સુઈ રહેલા લોકો પર ફરી વળ્યો ટ્રક , 8 વર્ષની બાળકી સહિત 8 ના મોતથી અરેરાટી
સલૂનના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી
ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની મા સુનંદા શેટ્ટી પર કરોડ રૂપિયાની છેતરપીંડીનો કેસ બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હતા. પિડીતોના આરોપ છે કે, શિલ્પા શેટ્ટી અને તેમની મા દ્વારા સ્કીન સલૂન અને સ્પા નામની એક કંપની ખોલવામાં આવી હતી. કંપની ખોલ્યા બાદ કંપનની કેટલાય અધિકારીઓએ સંપર્ક કર્યો હતો અને સેન્ટર આપવવાના નામે કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ કેસમાં ઓમેક્સ હાઈલાઈટ્સમાં રહેવાવાળા જ્યોત્સના ચૌહાણે વિભૂતિ ખંડમાં અને રોહિત અને વીર સિંહે હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.