ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિલ્પા મેડિકેરે ફાર્મસી કંપની ડૉ. રેડ્ડી સાથે સ્પુટનિક વેક્સિન બનાવવા માટે હાથ મેળવ્યા - શિલ્પા મેડિકેર

દવાઓ બનાવતી કંપની શિલ્પા મેડિકેરે જણાવ્યું છે કે તેમણે ડૉ. રેડ્ડીની લેબોરેટરી સાથે મળીને રશિયાની કોવિડ રસી સ્પૂટનિકનું ભારતીય સંસ્કરણ વિકસાવશે. આ રસીનું નિર્માણ કાર્ય ધારવાડમાં થશે જે કર્ણાટકમાં આવેલું છે.

શિલ્પા મેડિકેરે ફાર્મસી કંપની
શિલ્પા મેડિકેરે ફાર્મસી કંપની

By

Published : May 17, 2021, 7:56 PM IST

  • જાણીતી દવા બનાવતી કંપની શિલ્પા મેડિકેર અને ડૉ. રેડ્ડીઝ વચ્ચે ટાઈ અપ
  • રશિયન કોરોના વાઇરસ રસી સ્પુટનિક વિકસાવશે
  • કર્ણાટકની લેબમાં થશે રસી તૈયાર

નવી દિલ્હીઃ ફાર્મસી કંપની શિલ્પા મેડિકેર અને ડૉ. રેડ્ડીઝ વચ્ચે ટાઈ અપ થયું છે જે હેઠળ આ બંને કંપનીઓ રશિયન કોરોના વાઇરસ રસી સ્પુટનિકનું કર્ણાટકના ધારવાડ ખાતેની લેબમાં નિર્માણ કરશે.

3 વર્ષનો કોન્ટ્રાક્ટ થયો

શિલ્પા મેડિકેર અને તેના નેજા હેઠળની કંપની શિલ્પા બાયોલોજીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડૉ. રેડ્ડીઝ સાથે 3 વર્ષીય કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે જે હેઠળ કોરોના વાઈરસની રશિયન રસી સ્પુટનિકનું નિર્માણ તથા વિતરણ સહિતના કાર્યો

આ પણ વાંચો: બેંગલુરુની IIScમાં રસી તૈયાર કરવામાં આવી રહી છે, 30 ડિગ્રી તાપમાનમાં કરી શકાશે સ્ટોર

થશે. આ ઉપરાંત આ બંને કંપનીઓ SBPLને રસીની ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવશે. સ્પુટનિક V રસી નું પહેલા 12 મહિનામાં 50 લાખ ડોઝ નું નિર્માણ થશે. કંપનીએ વધુમાં ઉમેર્યું.

SBPL નિર્માણ કરશે જ્યારે ડૉ.રેડ્ડીઝ દ્વારા વિતરણ તથા માર્કેટિંગ થશે

સ્પુટનિક V રસી નું નિર્માણ કાર્ય અને તેના વિકાસને લગતા તમામ કાર્યો SBPL સંભાળશે જ્યારે ડૉ.રેડ્ડીઝ દ્વારા તેનું વિતરણ તથા માર્કેટિંગને લગતા વ્યવહારો સાંભળવામાં આવશે. આ ઉપરાંત સ્પુટનિક લાઈટ રસી, કે જે કોરોના રસીના સિંગલ ડોઝ વર્ઝન છે, તેના માટે પણ નજીકના ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે.

રેડ્ડીઝ લેબોરેટરી દ્વારા ગત શુક્રવારે જ સ્પુટનિક V રસી લૉન્ચ કરવામાં આવી હતી. તેના ડોઝની કિંમત રૂ. 948 રાખવામાં આવી છે જેની પર GST પણ વસૂલવામાં આવ્યો છે. કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ દીપક સાપ્રા એ વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details