ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Share Market Opening : શેર માર્કેટ મોટા ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 456 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 19,550 પર ખુલ્યો - Share Market Opening

શેર માર્કેટ મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 456 પોઈન્ટના ઘટાડા સાથે 65,420 પર શરૂ થયો હતો. NNE પર નિફ્ટી 0.68 ટકાના ઘટાડા સાથે 19,537 પર ખુલ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 10:11 AM IST

મુંબઈઃઆજે સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 456 પોઈન્ટના ઘટાડા સાથે 65,420 પર શરૂ થયો હતો. NNE પર નિફ્ટી 0.68 ટકાના ઘટાડા સાથે 19,537 પર ખુલ્યો હતો. વિપ્રો, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને પાવર ગ્રીડ કોર્પ નિફ્ટીમાં મોટા ઘટાડામાં હતા, જ્યારે બજાજ ઓટો, એલટીઆઇએમઇન્ડટ્રી, ઇન્ડસઇન્ડ બેંક, એચસીએલ ટેક્નોલોજીસ અને ડિવિસ લેબ્સ ફાયદામાં હતા.

શેર માર્કેટ ઘટાડા સાથે ખુલ્યું : બુધવારે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 551 પોઈન્ટના ઘટાડા સાથે 65,877 પર બંધ રહ્યો હતો. NSE પર નિફ્ટી 0.73 ટકાના ઘટાડા સાથે 19,667 પર બંધ થયો. સિપ્લા, ડૉ. રેડ્ડી, ટાટા મોટર્સ, સન ફાર્મા ઉછાળા સાથે વેપાર કરે છે. જ્યારે, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, એનટીપીસી, એચડીએફસી બેન્ક ઘટાડા સાથે બંધ થયા છે. ઈઝરાયેલ-હમાસ તણાવના કારણે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

આ કંપનીના સેરમાં ફેરબદલ થયા : 18 ઓક્ટોબરથી સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 12,200 રૂપિયાથી ઘટાડીને 9,050 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. તેનાથી ONGC અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડ સહિત અપસ્ટ્રીમ ઓઈલ કંપનીઓને ફાયદો થશે. અગાઉ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ ડોલક 95 સુધી પહોંચી જવાને કારણે સરકારે 30 સપ્ટેમ્બરથી ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ 10,000 રૂપિયાથી વધારીને 12,100 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. ઈઝરાયલ-હમાસ સંઘર્ષને કારણે તેલની કિંમતો ફરી એકવાર વધવા લાગી છે.

ઓઇલ રિફાઇનર્સને થશે ફાયદો : ઉડ્ડયન ઇંધણ પર વિન્ડફોલ ટેક્સ પણ 3.50 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 1 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવ્યો છે, જેનાથી પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરતા ડાઉનસ્ટ્રીમ ઓઇલ રિફાઇનર્સને ફાયદો થવાની અપેક્ષા છે.

  1. Bearish Stock Market : ચાલુ સપ્તાહમાં ભારતીય શેરબજારનું નબળુ વલણ, BSE Sensex 551 પોઈન્ટનો કડાકો બોલાવી બંધ
  2. Stock Market Closing Bell : ત્રણ દિવસ બાદ બજાર ફરી ઊંચકાયું, BSE Sensex 261 પોઈન્ટના સુધારા સાથે બંધ

ABOUT THE AUTHOR

...view details