ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર તેજી સાથે ખુલ્યું, સેન્સેક્સમાં 284 પોઈન્ટનો ઉછાળો - શેરબજાર તેજી

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ ઉછાળા સાથે ખુલ્યા છે. BSE પર સેન્સેક્સ 284 પોઈન્ટના વધારા સાથે 67,273.40 પર ખુલ્યો હતો. આ સમયે, NSE પર નિફ્ટી 0.45 ટકાના વધારા સાથે 20,223.40 પર ખુલ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 9:56 AM IST

મુંબઈઃકારોબારી સપ્તાહના છેલ્લા દિવસે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સ ઉછાળા સાથે ખુલ્યા છે. BSE પર સેન્સેક્સ 284 પોઈન્ટના વધારા સાથે 67,273.40 પર ખુલ્યો હતો. NSE પર નિફ્ટી 0.45 ટકાના વધારા સાથે 20,223.40 પર ખુલ્યો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકો કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી પ્રત્યેક 1 ટકાના વધારા સાથે લીલા રંગમાં ટ્રેડ કરી રહ્યાં છે.

આ શેર ગ્રીન અને રેડ ઝોનમાં છે : નિફ્ટી પર, NTPC, ONGC, L&T, મારુતિ સુઝુકી અને એશિયન પેઇન્ટ્સ મોટા ફાયદા સાથે ટ્રેડ કરી રહ્યાં છે, જ્યારે બજાજ ઑટો, વિપ્રો, હીરો મોટોકોર્પ, HCL ટેક અને SBI લાઇફ ઇન્શ્યોરન્સ નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

ગુરુવારે બજારની સ્થિતિ :ગુરુવારે, બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો મામૂલી વધારા સાથે ખુલ્યા હતા. BSE પર સેન્સેક્સ 64 પોઈન્ટના વધારા સાથે 66,439.09 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.75 ટકાના વધારા સાથે 20,111.70 પર ખુલ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં અનુક્રમે 0.13 ટકા અને 0.34 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર નજીવા વધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું.

ગુરુવારે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા : BSE પર સેન્સેક્સ 86 પોઈન્ટના વધારા સાથે 66,988 પર બંધ થયો હતો. NSE પર નિફ્ટી 19 ટકાના વધારા સાથે 20,134.00 પોઈન્ટ પર બંધ થયો હતો. ઇક્વિટી બજારોએ ગુરુવારના અસ્થિર વેપારને માસિક એફએન્ડઓ એક્સપાયરી અને એસેમ્બલી એક્ઝિટ પોલના કારણે નજીવા લાભ સાથે સમાપ્ત કર્યો હતો અને બજાર બંધ રહેતા રોકાણકારોને ધાર પર રાખ્યા હતા.

  1. ચૂંટણી પૂરી થતાં જ મોંઘવારીમાં થયો વધારો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોચ્યા
  2. દૂબઈ પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભારતીયોએ કર્યુ ભવ્ય સ્વાગત, ભારતીય નૃત્ય સાથે લોકોએ લગાવ્યા મોદી-મોદીના નારા

ABOUT THE AUTHOR

...view details