ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંધારમાં સાયકલ લઈને આવતી યુવતીની છેડતી, IIT મદ્રાસમાં થશે ઊંડી તપાસ - Tamilnadu IIT Madras

IIT મદ્રાસ કેમ્પસમાં તારીખ 24 જુલાઈની મધ્યરાત્રિએ એક અજાણ્યા વ્યક્તિએ એક વિદ્યાર્થિની (Sexual Assault to Girl) પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી યુવતી અત્યાચાર કરનાર સાથે મારપીટ કરીને (Flew from Campus) એ સ્થળ પરથી ભાગી ગઈ હતી.

અંધારમાં સાયકલ લઈને આવતી યુવતીની છેડતી, IIT મદ્રાસમાં થશે ઊંડી તપાસ
અંધારમાં સાયકલ લઈને આવતી યુવતીની છેડતી, IIT મદ્રાસમાં થશે ઊંડી તપાસ

By

Published : Aug 2, 2022, 9:41 PM IST

ચેન્નાઈ:તામિલનાડુના ચેન્નઈમાં આવેલા IIT મદ્રાસ કેમ્પસમાં (IIT Madras Campus) તારીખ 24 જુલાઈની મધ્યરાત્રિએ, એક વિદ્યાર્થિની સાઈકલ (IIT Madras CCTV) પર હોસ્ટેલ પરત ફરી રહી હતી. એ સમયે, એક અજાણ્યા વ્યક્તિએ (Sexual Assault to Girl) યુવતીને રોકી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ મદદ માટે બૂમો પાડી હતી. પરંતુ કોઈએ તેના કૉલનો જવાબ આપ્યો નહીં. પછી યુવતી શખ્સ સાથે મારપીટ કરીને ત્યાંથી નાસી ગઈ હતી.

આ પણ વાંચો: ગજબના ભેજાબાજ: સુરક્ષાના નામે 6 રાજ્યની પોલીસને ચુનો લગાવ્યો

પીડિતા ઈજાગ્રસ્ત: આ ઘટનામાં યુવતી ઈજાગ્રસ્ત થઈ છે. આ કેસમાં પીડિત યુવતીની મિત્રએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ કેસમાં ચેન્નઈના માયલાપુર પોલીસે યુવતીની વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલામાં ચેન્નાઈના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસે સીધા IIT કેમ્પસમાં જઈને તપાસ કરી હતી. હાલમાં, IIT કેમ્પસમાં જ્યુસની દુકાન ચલાવતા બિહારના સનતકુમાર (24) નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ ચેન્નાઈના પોલીસ કમિશનર શંકર જીવલે રિપોર્ટ જમા કરાવવાનો આદેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચો: તલાટીઓની રાજ્ય વ્યાપી હડતાલ: ઉપલેટાના તલાટીઓએ કચેરીની ચાવી તાલુકા મથકે જમાં કરાવી

નિવેદન નોંધાયું: પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને પીડિતાનું નિવેદન નોંધ્યું છે. કૉલેજના સત્તાધીશોએ કહ્યું હતું કે, આ કેસમાં કેમ્પસમાં લગાવેલા CCTVના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. 300 જેટલા લોકોને તપાસના દાયરામાં લાવવામાં આવ્યા હતા. પછી 35 કૉન્ટ્રાક્ટરની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક નાઈટ ડ્યૂટી કરતા હતા. પણ આ કેસમાં પીડિતા કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ કરવા માંગતી ન હતી.

ABOUT THE AUTHOR

...view details