ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સેનાના વાહનને નડ્યો અકસ્માત, 7 જવાનો શહીદ અનેક ઇજાગ્રસ્ત - Bus Accident With ITBP Soldier

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ITBPના જવાનોને જઈ રહેલી બસ ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં 7 જવાનો શહીદ થયા છે, જ્યારે 30 જવાન ઇજાગ્રસ્ત થયા છે. પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં, 19 એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. ITBP Soldier martyred

સેનાના વાહનને નડ્યો અકસ્માત
સેનાના વાહનને નડ્યો અકસ્માત

By

Published : Aug 16, 2022, 12:14 PM IST

Updated : Aug 16, 2022, 1:46 PM IST

જમ્મુ-કાશ્મીરપહલગામમાં ITBPનું વાહન અકસ્માતનો શિકાર (ITBP vehicle accident) બન્યું છે. આ દુર્ઘટનામાં 7 જવાન શહીદ ( itbp Soldier martyred) થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઉપરાંતસ 32 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ જવાનો અમરનાથ યાત્રાની ડ્યુટી પર હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે માહિતી આપી છે કે, બસમાં કુલ 39 કર્મચારી હતા, જેમાંથી 37 ITBPના અને 2 જમ્મુ કાશ્મીર પોલીસ જવાનો (ITBP Soldier injured) હતા.

સેનાના વાહનને નડ્યો અકસ્માત

પહેલગામથી ચંદનવાડી 16 કિમી દૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સૈનિકો પણ પોતાની ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બ્રેક ફેલ થતાં બસ ખાઈમાં નદી કિનારે ઘણી નીચે ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ઘણું નુકસાન થવાની આશંકા છે. અમરનાથ યાત્રા માટે આ વિસ્તારમાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસે (Indo Tibetan Border Police) જણાવ્યું હતું કે, 39 કર્મચારીઓ (ITBPના 37 અને જમ્મુ અને કાશ્મીર પોલીસના 2)ને લઈ જતી એક સિવિલ બસ બ્રેક ફેઈલ (Bus Accident With ITBP Soldier) થતાં નદીના કિનારે પડી ગઈ હતી. સૈનિકો ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા.

ગૃહ પ્રધાને શોક વ્યક્ત કર્યોલેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે, ચંદનવાડી પાસે બસ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું, જેમાં અમે અમારા બહાદુર ITBP જવાનોને ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના. ઇજાગ્રસ્તો જવાનોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ગૃહ પ્રધાન અમિત શાહે (Amit shah Tweeted On Accident) ટ્વીટ કર્યું કે, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ITBP અને પોલીસ કર્મચારીઓને લઈ જતી બસના અકસ્માત વિશે જાણીને દુઃખ થયું. મારી પ્રાર્થના અને સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પણ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, અનંતનાગ, J And K ખાતે કમનસીબ અકસ્માતમાં ITBPના જવાનોના અમૂલ્ય જીવન ગુમાવવાની ઘટના મને દુઃખથી ભરી દે છે. શોકગ્રસ્ત પરિવારો માટે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.

Last Updated : Aug 16, 2022, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details