ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Jharkhand Crime : જીભ કાપી, આંખો કાઢી, દાંત તોડી એસિડમાં નવડાવ્યો, ગઢવામાં સાત વર્ષના બાળકની ક્રૂરતાથી હત્યા - પારિવારિક અદાવતમાં હત્યાની આશંકા

ઝારખંડના ગઢવામાં સાત વર્ષના બાળકની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હોવાનો મામલો બહાર આવ્યો હતો. બાળકની જીભ કાપી નાખવામાં આવી છે, આંખો પણ બહાર કાઢી લેવામાં આવી છે અને એસિડથી સ્નાન કરાવાયો હોય તેવો મામલો સામે આવતાં ગઢવાના રહીશોમાં અરેરાટી વ્યાપી છે.

Jharkhand Crime : જીભ કાપી, આંખો કાઢી, દાંત તોડી એસિડમાં નવડાવ્યો, ગઢવામાં સાત વર્ષના બાળકની ક્રૂરતાથી હત્યા
Jharkhand Crime : જીભ કાપી, આંખો કાઢી, દાંત તોડી એસિડમાં નવડાવ્યો, ગઢવામાં સાત વર્ષના બાળકની ક્રૂરતાથી હત્યા

By

Published : Jul 14, 2023, 6:02 PM IST

ગઢવા ઝારખંડ :કોઇ સાત વર્ષના બાળક સાથે તમામ માનવતાની તમામ દહ પાર કરીને આ પ્રકારની ક્રૂરતા આચરી શકે તેવો સવાલ ઝારખંડના ગઢવાના ઘણાં લોકોને મૂંઝાવી રહ્યો છે.ઝારખંડના ગઢવા જિલ્લામાં સાત વર્ષના માસૂમ બાળકની એવી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે કે કોઈનું પણ હૃદય કંપી ઊઠેે. આ બાળક પર એસિડ નાખવામાં આવ્યું હતું, તેની જીભ કાપી નાખવામાં આવી હતી, તેની આંખો બહાર કાઢી નાંખવામાં આવી હતી, તેના બધા દાંત તોડી નાંખવામાંં આવ્યાં હતાં અને તેના શરીરને તેના કાકાના ઘરની નજીક શૌચાલય માટે ખોદવામાં આવેલા ખાડામાં ફેંકી દેવામાં આવ્યું હતું.

બે દિવસથી ગુમ હતો બાળક : ઘટના ગઢવાના દાંડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના બૌલિયા ગામની છે. અવધેશ સાહનો સાત વર્ષનો પુત્ર સંતન કુમાર બે દિવસ પહેલા નજીકની દુકાનમાંથી મીઠાઈ ખરીદવા ગયો હતો, પરંતુ તે ઘરે પાછો આવ્યો ન હતો. ઘરના લોકોએ ઘણી જગ્યાએ શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગુરુવારે મળ્યો મૃતદેહ:ગુરુવારે ગામમાં શાળાએ જતા બાળકોએ અવધેશ સાહના ભાઈ સુરેશ સાહના ઘરની પાછળ શૌચાલય માટે ખોદવામાં આવેલા ખાડાના પાણીમાં સંતન કુમારનો મૃતદેહ ઉપર આવેલો જોયો હતો.

પારિવારિક અદાવતમાં હત્યાની આશંકા : બાળકનો મૃતદેહ મળતા જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પરિવારના સભ્યોના રડીરડીને બૂરા હાલ છે. શુક્રવારે પોસ્ટમોર્ટમ બાદ બાળકનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. કોઈ પારિવારિક અદાવતના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય અથવા તો કોઇ તાંત્રિકવિધિની વાત હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાંડાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

  1. હદ પારની ક્રૂરતા: તરૂણીએ ફૂલ જેવા નવજાતને ત્રીજા માળેથી ફેંક્યું
  2. મહિલા સાથે ક્રૂરતા, ઝાડ સાથે બાંધી મારપીટ, આવી હતી ભૂલ
  3. યમુના એક્સપ્રેસ વે બન્યો ક્રૂરતા અને હત્યા સાથે ડેડ બોડી ઓફ ડમ્પિંગ ઝોન

ABOUT THE AUTHOR

...view details