- પેગાસસ જાસૂસી કેસમાં 5 ઓગસ્ટના રોજ સુનાવણી
- સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચ સુનાવણી કરશે
- વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર વતી અરજી દાખલ કરાઇ
નવી દિલ્હી : પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની બેન્ચ 5 ઓગસ્ટના રોજ સુનાવણી કરશે. તાજેતરમાં જ વરિષ્ઠ પત્રકાર એન રામ અને શશી કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સ્વતંત્ર તપાસની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે અપીલ
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી કરવાની જરૂર છે. તે નાગરિક સ્વાતંત્ર્ય અને રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલી બાબત છે. આની સુનવણી જલ્દી થવી જોઈએ. સિબ્બલે ચીફ જસ્ટિસને જણાવ્યું હતું કે, સરકારે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને વિપક્ષી નેતાઓ, પત્રકારો અને ન્યાયાધીશોના ફોન ટેપ કર્યા હતા. તેની અસર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પડી હતી. આના પર ચીફ જસ્ટિસ રમણે જણાવ્યું હતું કે, આગલા અઠવાડિયે સુનાવણી થશે.