નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં મંગળવારે રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ પ્રોજેક્ટ(RRTS)ની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી-અલવર અને દિલ્હી-પાણીપત કોરિડોરના નિર્માણ માટે દિલ્હી સરકાર જાહેરાતના નાણાંનો ઉપયોગ કરે. ન્યાયાધીશ એસ. કે. કૌલ અને સુધાંશુ ધૂલિયાની સંયુક્ત બેન્ચે કહ્યું કે જો દિલ્હી સરકાર એક અઠવાડિયા દરમિયાન આ પ્રોજેક્ટની બજેટ ફાળવણીમાં વિફળ રહેશે તો ઉપરોક્ત નિર્ણય લાગુ કરવામાં આવશે.
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ(એનસીઆરટીસી) દ્વારા દાખલ કરવામાં આવેલ એક અરજી પર સુનાવણી કરતા સમયે સંયુક્ત બેન્ચે જણાવ્યું કે, અમે જાહેરાતના નાણાં પણ રોક લગાવીશું, તેને આરઆરટીએસ યોજનામાં ફાળવીશું. આરઆરટીએસ યોજનાનું કામ કરતા નિગમે પોતાની અરજીમાં કહ્યું કે, દિલ્હી સરકારે નાણા ન ફાળવીને સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશનું ઉલ્લંઘન કર્યુ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, રેપિડ રેલ પરિયોજના પ્રદૂષણ ઓછુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેનો જનતા પર વ્યાપક પ્રભાવ પડે છે. દિલ્હી સરકારે જાહેરાતો પાછળ કરેલ બજેટ ફાળવણીને રૈપિડ રેલ પરિયોજનામાં ઉપયોગ કરવી જોઈએ. તેમજ આમ આદમી પાર્ટીએ વિસ્તાર ન માંગીને પોતાના વચનનું ઉલ્લંઘન કર્યુ છે. આ કેસની આગામી સુનાવણી 28મી નવેમ્બરે થશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
આ વર્ષે જુલાઈમાં દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 415 કરોડની રકમ બે મહિનાની અંદર ચૂકવી દેવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આરઆરટીએસ પરિયોજનાના નિર્માણ માટે નાણાં ફાળવણીમાં અસમર્થતા દર્શાવતા કેજરીવાલ સરકાર પાસેથી છેલ્લા 3 વર્ષમાં કરેલ જાહેરાતો પાછળના ખર્ચા મુદ્દે એફિડેવિટ માંગ્યું હતું.
દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટે વેધક સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પુછ્યું કે, જો આપની પાસે જાહેરાતો કરવાના પૈસા છે તો પરિવહનને અનુકૂળ બનાવતી યોજનાઓ માટે પૈસા કેમ નથી? દિલ્હી સરકારે આ નાણાકીય વર્ષમાં જાહેરાતો માટે 550 કરોડનું બજેટ ફાળવ્યું હતું જ્યારે પાછલા ત્રણ વર્ષોમાં જાહેરાતો પર કુલ 1,100 કરોડ રુપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.
- મહારાષ્ટ્રમાં ગ્રાહક ફોરમ માટે પસંદગી પ્રક્રિયાને રદ કરવાના બોમ્બે HC ના આદેશ પરનો સ્ટે લંબાવાયો
- Supreme Court : મિલકત વેચવાના કરારથી માલિકીનો અધિકાર મળતો નથી- સુપ્રીમ કોર્ટ