નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને 1 જાન્યુઆરી 1966થી 25 માર્ચ 1971 દરમિયાન આસામમાં બાંગ્લાદેશી શરણાર્થીઓને આપેલ નાગરિકતાના આંકડા રજૂ કરવા માટે આદેશ કર્યો. સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બેન્ચે રાજ્ય સરકાર 11 ડિસેમ્બર સુધી એફિડેવિટ રજૂ કરે તે સંદર્ભે કેન્દ્ર સરકાર પાસેથી આંકડા માંગ્યા છે.
સુપ્રીમ કોર્ટે આસામમાં શરણાર્થીઓ સાથે સંકળાયેલ કલમ 6 એની બંધારણીય માન્યતાના અધ્યયનનો અનુરોધ કરતી 17 અરજીઓ પર સુનાવણી કરી હતી. આ બેન્ચમાં ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ એમ એમ સુંદરેશ, ન્યાયાધીશ જે બી પારડીવાળા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. કોર્ટે દેશમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં ગેરકાયદેસર ઘુસણખોરી અટકાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી આંકડા માંગ્યા છે.
કોર્ટે કહ્યું કે, અમારુ માનવું છે કે કેન્દ્ર સરકારે કોર્ટમાં આંકડા આધારિત માહિતી રજૂ કરવી આવશ્યક છે. અમે સોમવાર કે તે પહેલા એક એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 1966થી 25 માર્ચ 1971 દરમિયાન પાડોશી દેશથી ભારતમાં સ્થળાંતરિત થયેલા લોકોની સંખ્યા ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશના શરણાર્થીઓની સંખ્યાનો ઉલ્લેખ જરુરી છે. જેમને કાયદાની કલમ 6 એ અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવી હોય.
પીઠે પુછ્યું કે, આ સમયગાળા દરમિયાન વિદેશી ન્યાયાધિકરણ 1964 અંતર્ગત કેટલા લોકોની ઓળખ વિદેશીના સ્વરુપે કરવામાં આવી? બેન્ચે ભારત ખાસ કરીને પૂર્વોત્તરમાં ગેરકાયદેસર ઘુસણખોરી અટકાવવા જે પગલા ભર્યા તેની જાણકારી પણ માંગી. આ અગાઉ બેન્ચે કેન્દ્રને પુછ્યું કે પશ્ચિમ બંગાળને નાગરિકતા અધિનિયમની કલમ 6એ હેઠળ ન મુકતા આસામમાં અલગ વ્યવહાર કેમ કર્યો જ્યારે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશની સાથે ખૂબ જ મોટી મર્યાદામાં ભાગીદારી કરે છે. નાગરિકતા અધિનિયમની કલમ 6 ઓ આસામમાં ગેરકાયદેસર ઘુસણખોરી સંબંધિત છે.
નાગરિકતા કાયદાની કલમ 6 એ આસામ સમજુતિ અંતર્ગત આવતા લોકોની નાગરિકતાથી જોડાયેલ મુદ્દાને ઉકેલવા માટે એક વિશેષ પ્રાવધાનના રુપમાં જોડવામાં આવી હતી. આ પ્રાવધાનમાં કહેવામાં આવ્યું હતું કે 1985માં સંશોધિત નાગરિકતા અધિનિયમ અનુસાર જે લોકો એક જાન્યુઆરી 1966 અથવા તેના બાદ 25 માર્ચ 1971થી પહેલા બાંગ્લાદેશ સહિત આસામમાં આવ્યા અને ત્યારથી આસામના નિવાસી બની ગયા છે. તેમણે નાગરિકતા માટે કલમ 18 અંતર્ગત સ્વંય રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પરિણામ સ્વરુપ, પ્રાવધાનમાં આસામમાં બાંગ્લાદેશી પ્રવાસીઓને નાગરિકતા આપવા માટે કટ ઓફ(છેલ્લી) તારીખ 25 માર્ચ 1971 નક્કી કરવામાં આવી છે.
- સુપ્રીમ કોર્ટ અપરણિત મહિલાઓને સરોગસીનો લાભ માંગતી અરજી ધ્યાને લેવા સહમત
- રાજ્યપાલની કાયદાકીય સત્તાઓ અને ' શક્ય તેટલી વહેલી તકે ' શબ્દસમૂહનું માર્મિક અર્થઘટન