- આજે શનિ સંબંધિત એક ખગોળીય ઘટના બનશે
- આ ઘટના દરેક માટે આકર્ષણનું કારણ બનશે
- સવારે 11.30 વાગે પૃથ્વીની સૌથી નજીક શનિ ગ્રહ આવશે
ભુવનેશ્વર (ઓડિશા) :શનિ એક એવો ગ્રહ છે જેના રહસ્યો દરેક જાણવા માંગે છે. આ વખતે શનિ સંબંધિત એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. જે દરેક માટે આકર્ષણનું કારણ બનશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આજે સોમવારે સવારે 11.30 વાગે પૃથ્વીની સૌથી નજીક શનિ ગ્રહ આવશે.
સમગ્ર વિશ્વમાં લોકો શનિને નરી આંખે જોઈ શકશે
ઓડિશામાં સામંત પ્લેનેટેરિયમના ડેપ્યુટી ડિરેક્ટર સુવેંદુ પટનાયકે જણાવ્યું હતું કે, શનિ અને પૃથ્વી એક વર્ષમાં 2 ઓગસ્ટના રોજ સવારે 11:30 વાગે એકબીજાની સૌથી નજીક હશે. તે સમયે જ્યાં પણ રાત હશે, સમગ્ર વિશ્વમાં લોકો શનિને નરી આંખે જોઈ શકશે.
ક્યાંથી જોઈ શકાશે શનિ ?