ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JK : ઇસ્લામિક ધર્મગુરુ સરજન બરકતીની ફરી ધરપકડ - Islamic preacher Barkati

ઇસ્લામિક ધર્મગુરુ સરજન બરકતીની શનિવારે સવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું. કે બરકતીની આજે જિલ્લાના રેબેન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. વધુ વિગતો પછીથી જણાવવામાં કરવામાં આવશે.

JK : ઇસ્લામિક ધર્મગુરુ સરજન બરકતીની ફરી ધરપકડ
JK : ઇસ્લામિક ધર્મગુરુ સરજન બરકતીની ફરી ધરપકડ

By

Published : May 15, 2021, 1:24 PM IST

  • જમ્મુ કશ્મીર પોલીસે કરી બરકતીની ધરપકડ
  • સરજન બરકતી ઇસ્લામિક ધર્મગુરુ
  • બરકતીએ મસ્જિદમાં પેલેસ્ટિયન પરિસ્થિતિ પર કર્યું હતું ભાષણ

શોપિયાંઃ જમ્મુ કશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમના કુટુંબે જણાવ્યાં પ્રમાણે બરકતીએ માત્ર થોડી મિનિટો માટે ઉપદેશક સ્થાનેથી પેલેસ્ટિયન પરિસ્થિતિ વિશે વાત કરી હતી. બરકતીએ 14 મી મે, 2021ના રોજ અહીંની સ્થાનિક મસ્જિદમાં શુક્રવારની નમાઝ પૂર્વે ઉપદેશ આપ્યો હતો. વધુમાં અધિકારીઓએ જણાવ્યું હતું. કે બરકતીની આજે જિલ્લાના રેબેન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. વધુ વિગતો બાદમાં જણાવવામાં કરવામાં આવશે.

4 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયા હતાં બરકતી

બરકતી 4 વર્ષથી વધુ સમયથી જેલમાં હતો રહ્યા બાદ ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં છૂટ્યાં હતાં. આ પહેલાં પણ હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાનીની હત્યા પછી મોટાપ્રમાણમાં થયેલાં સમૂહ આંદોલન દરમિયાન 1 ઓક્ટોબર, 2016ના રોજ બરકતીની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ હમાસ-ઇઝરાઇલ વચ્ચે ચાલુ છે જંગ, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details