મુંબઈઃશિવસેનાના સાંસદ સંજય રાઉતને (Sanjay Raut ED Case) સોમવારે મની લોન્ડરિંગ કેસમાં મુંબઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ તેને તારીખ 22 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ (Money Laundering Case Sanjay Raut) કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા કોર્ટે ગુરુવારે રાઉતની કસ્ટડી (ED Office Mumbai) તારીખ 8 ઓગસ્ટ સુધી લંબાવી હતી. કોર્ટે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગની તપાસમાં "નોંધપાત્ર પ્રગતિ" કરી છે. EDએ પૈસાની લેવડદેવડમાં નવી વિગતો શોધી કાઢી હોવાનું કહીને વધુ આઠ દિવસની કસ્ટડી માંગી હતી.
આ પણ વાંચોઃ પ્રેમિકા સાથે મોજશોખ કરવા આંગડિયા પેઢીમાં કર્મચારીએ કરી આ રીતે લાખોની છેતરપીંડી
9 કલાક પૂછપરછઃમુંબઈની ઉપનગરીય ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનઃવિકાસમાં કથિત નાણાકીય ગેરરીતિઓના સંબંધમાં તારીખ 1 ઓગસ્ટના રોજ શિવસેનાના નેતાની ધરપકડ કરવામાં આવી હતી. EDએ શનિવારે તેની પત્ની વર્ષા રાઉતની નવ કલાકથી વધુ પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. સોમવારે EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે સંજય રાઉતે ગુનામાંથી મળેલી રકમનો ઉપયોગ મુંબઈના અલીબાગમાં જમીન ખરીદવા માટે કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સ્પેશિયલ પીએમએલએ કોર્ટને જણાવ્યું કે, જમીન વેચનારાઓએ પણ સંજય રાઉત વતી એ પૈસાથી ખરીદીની પુષ્ટિ કરી છે.