ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાંસદ આ શું બોલી ગયા, આતંકવાદી ભગતસિંહે એક શીખની હત્યા કરી - પંજાબ સરકાર

પંજાબમાં સંગરુરના સાંસદ (Punjab MP Simranjit Singh Mann) સિમરનજીત સિંહ માનએ સ્વતંત્રતા સેનાની ભગત સિંહ (Freedom Fighter Bhagatsingh) પર ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. પ્રધાન ગુરમીત સિંહે કહ્યું છે કે 'તેમણે બિનશરતી માફી માંગવી જોઈએ'. જરૂર પડશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સાંસદ આ શું બોલી ગયા, ભગતસિંહ આતંકવાદી તેણે એક શીખની હત્યા કરી
સાંસદ આ શું બોલી ગયા, ભગતસિંહ આતંકવાદી તેણે એક શીખની હત્યા કરી

By

Published : Jul 16, 2022, 9:57 PM IST

ચંદીગઢ:પંજાબ સરકારના પ્રધાન ગુરમીત સિંહ મીત (Punjab MP Simranjit Singh Mann) હાયરએ શુક્રવારે કહ્યું કે સંગરુરના સાંસદ સિમરનજીત સિંહ માનને સ્વતંત્રતા સેનાની ભગત સિંહને "આતંકવાદી" કહેવા બદલ (Freedom Fighter Bhagatsingh) બિનશરતી માફી માંગવી જોઈએ. ઉચ્ચ શિક્ષણ (Minister of Higher Education Punjab) અને ભાષા મંત્રીએ કહ્યું કે ભગતસિંહે દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હોવાથી રાજ્ય સરકાર તેમને શહીદનો દરજ્જો આપશે.

સાંસદ આ શું બોલી ગયા, ભગતસિંહ આતંકવાદી તેણે એક શીખની હત્યા કરી

આ પણ વાંચોઃ પાણીમાં ફસાયો ઘોડો, તો દેવદૂત બનીને આવ્યા આ લોકો

શું બોલ્યા સાંસદઃગુરુવારે કરનાલમાં પત્રકારો સાથે વાત કરતા સિમરનજીત સિંહ માનને પૂછવામાં આવ્યું કે તેમણે ભૂતકાળમાં ભગત સિંહને 'આતંકવાદી' કેમ ગણાવ્યા હતા. જ્યારે તેઓ દેશ માટે શહીદ થયા હતા. આના પર માનએ જવાબ આપ્યો, 'સમજવાની કોશિશ કરો. સરદાર ભગતસિંહે એક યુવાન અંગ્રેજ અધિકારીની હત્યા કરી, તેણે એક અમૃતધારી શીખ કોન્સ્ટેબલ ચન્નન સિંહની હત્યા કરી. તેણે તે સમયે નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફોડ્યો હતો. હવે તમે જ કહો કે ભગતસિંહ આતંકવાદી હતા કે નહીં.

બલિદાનનું અપમાનઃપ્રધાન હાયરે કહ્યું, 'નવા સાંસદે દેશ માટે પોતાનો જીવ આપનાર શહીદ ભગત સિંહના બલિદાનનું અપમાન કર્યું છે'. માત્ર પંજાબ જ નહીં પરંતુ સમગ્ર દેશને ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવ પર ગર્વ છે. જેમણે દેશ માટે પોતાની યુવાવસ્થામાં બલિદાન આપ્યું હતું. ભગતસિંહ મારા આદર્શ છે.

આ પણ વાંચોઃ માથા ફરેલા દીકરાએ માતાને શૌચાલયના ખાડામાં ફેંકી દીધી, હતો માત્ર આટલો જ વાંક

કાયદકીય પગલાં ભરોઃહું પૂરી જવાબદારી સાથે સ્પષ્ટ કરવા માંગુ છું કે પંજાબ સરકાર ભગત સિંહને શહીદનો દરજ્જો આપશે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી લોકતાંત્રિક પાર્ટી છે અને જરૂર પડશે તો ભગત સિંહનું અપમાન કરવા બદલ સિમરનજીત સિંહ માન વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે પણ સિમરનજીત સિંહ માનની ટીકા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details