મુંબઈઃ સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું આજે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર રીતે બીમાર હતા અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે તેમના પાર્થિવ દેહને લખનઉ લાવવામાં આવશે જ્યાં તેમના અંતિમ દર્શન સાથે લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. તેમના નિધનથી પરિવાર, મિત્ર વર્તુળ સહિત તેમના સમર્થકોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિત કેટલાંક રાજકીય આગેવાનોએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Subrata Roy Passes Away: સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું 75 વર્ષની વયે નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતાં બીમાર - સુબ્રત રોયનું નિધન
સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું 75 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર રીતે બીમાર હતા અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે તેમના પાર્થિવ દેહને લખનઉ લાવવામાં આવશે, તેમના નિધનથી પરિવાર, મિત્ર વર્તુળ સહિત તેમના સમર્થકોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
Published : Nov 15, 2023, 7:07 AM IST
હાર્ટ એટેકથી નિધનઃ સહારા ગ્રુપના પ્રમુખ છેલ્લાં ઘણા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં, સુબ્રત રોયના નિધનની પુષ્ટી સહારા ગ્રુપ તરફથી કરવામાં આવી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈની હોસ્પીટલમાં સુબ્રત રોયને રાતે 10.30 કલાકે હાર્ટ એટેક આવ્યો અને ત્યાર બાદ તેઓએ અંતિમ શ્વાસ લીઘા, તેઓ હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડિત હતાં, તેમને 12 નવેમ્બર મુંબઈના ઘીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, મહત્વપૂર્ણ છે કે, રોકાણકારોના પૈસા પરત ન આપવાના મામલામાં તેમને ગત વર્ષે સુપ્રીમકોર્ટે માંથી જામીન મળ્યા હતાં અને ત્યારથી જામીન ઉપર બહાર હતાં.
કોણ છે સુબ્રત રોય? સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો. તેમણે હોલી ચાઈલ્ડ સ્કૂલ કોલકાતાથી પ્રાથમિક શિક્ષણ લીધું હતું, ત્યારબાદ તેણે યુપીના ગોરખપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. સહારા ગ્રુપના પ્રમુખ બન્યા તે પહેલા તેમણે લાંબો સમય રિયલ એસ્ટેટમાં વિતાવ્યો હતો. તેમની પાસે રિયલ એસ્ટેટનો 18 વર્ષનો અનુભવ તેમજ 32 વર્ષનો વ્યાપક બિઝનેસ અનુભવ સાથે એક સમયના ભારતના 10 સૌથી શક્તિશાળી લોકોમાં રોયનું નામ સામેલ થતું હતું.