ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રોકાણકારોના પૈસા ચાવ કરવાના કેસમાં સુબ્રતો રોય માટે હાઈકોર્ટે શું આદેશ આપ્યો - Subrato Roy Arrest Warrant

રોકાણકારોના પૈસા પરત ન કરવા બદલ સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોય (Sahara Group Chairman Subrata Roy ) સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પટના હાઈકોર્ટે સહારાના વડાને આજે રૂબરૂ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રોય હાજર થયો ન હતો.

હવે સુબ્રતો રોય પણ માલિયા-મોદીની વિરુદ્ધ ધરપકડ વોરંટ, પટના હાઈકોર્ટે DGPને ધરપકડ કરવાનો આદેશ આપ્યો
હવે સુબ્રતો રોય પણ માલિયા-મોદીની વિરુદ્ધ ધરપકડ વોરંટ, પટના હાઈકોર્ટે DGPને ધરપકડ કરવાનો આદેશ આપ્યો

By

Published : May 13, 2022, 1:28 PM IST

Updated : May 13, 2022, 2:08 PM IST

પટનાઃ આજે પણ સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોય (Sahara Group Chairman Subrata Roy ) પટના હાઈકોર્ટમાં હાજર થયા ન હતા. હવે કોર્ટ દ્વારા સુબ્રતો રોય વિરુદ્ધ ધરપકડ વોરંટ (Subrato Roy Arrest Warrant) જારી કરવામાં આવ્યું છે. તેમજ પટના હાઈકોર્ટે બિહાર, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ડીજીપીને સુબ્રત રાયની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃKashmiri Pandits Protest Against Killing: 'ભાજપ સરકાર પંડિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ'

કોર્ટે સુબ્રત રોયને (Subrato Roy Patna Court Hearing) આજે સવારે 10:30 વાગ્યે શારીરિક રીતે આવવાનું કહ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો તે નહીં આવે તો તેનુ ધરપકડનું વોરંટ જારી કરવામાં આવશે, પરંતુ આજે પણ તે પહોંચ્યા નથી. હવે આ મામલે ફરી સુનાવણી 17 મેના રોજ થશે. સહારા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક સુબ્રતો રાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને 27 એપ્રિલ 2022ના રોજ તેમની કોર્ટમાં હાજર થવાના પટના હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો.

આ પણ વાંચોઃનાબાલિક છોકરી પર મહિનાઓ સુધી 10 શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાનના જ જિલ્લામાં બની શરમજનક ઘટના

પટના હાઈકોર્ટે હાજર થવાનો આદેશ આપ્યો હતોઃ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું હતું કે, 13 મેના રોજ સવારે 10:30 વાગે કોર્ટમાં હાજર થવાનું છે. છેલ્લી સુનાવણીમાં, કોર્ટે સહારા કંપનીને નિર્દેશ આપ્યો હતો કે, બિહારના ગરીબ લોકોની મહેનતની કમાણી, સહારા કંપનીની વિવિધ યોજનાઓમાં રોકાણકારો દ્વારા જમા કરવામાં આવેલા પૈસા તેમને વહેલી તકે કેવી રીતે પરત કરવામાં આવશે. સુનાવણી દરમિયાન સહારાનો પક્ષ વરિષ્ઠ વકીલ ઉમેશ પ્રસાદ સિંહે રજૂ કર્યો હતો.

Last Updated : May 13, 2022, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details