ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશ પ્રધાન જયશંકરે અફઘાનિસ્તાનની સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા કહ્યું- પરિસ્થિતિ પર છે નજર - S Jaishankar

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા વચ્ચે ભારતીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન એેટની જે બ્લિંકનને મળ્યા. તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.

વિદેશ પ્રધાન જયશંકર
વિદેશ પ્રધાન જયશંકર

By

Published : Aug 17, 2021, 9:35 AM IST

  • યુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર ચર્ચા કરાશે
  • અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી
  • ભારત આવવાની ઇચ્છા ધરાવતા લોકોની ચિંતા સમજવી પડશે

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા વચ્ચે ભારતીય વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે અમેરિકાના વિદેશ પ્રધાન એંટની જે. બ્લિંકન સાથે મુલાકાત કરી. તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં તેમના કાર્યક્રમો દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવાની આશા રાખતા, તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આજે અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો-કાબૂલ એરપોર્ટ પર અફરા-તફરીનો માહોલ, ઉડતા વિમાનમાં લટકાયેલા બે વ્યક્તિ જમીન પર પટકાયા, જૂઓ વીડિયો...

અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે

વિદેશ પ્રધાન ડો. એસ જયશંકરનું કહેવું છે કે, તેઓ અફઘાનિસ્તાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત આવવાની ઇચ્છા ધરાવતા લોકોની ચિંતા સમજવી પડશે. તે જ સમયે, આ દરમિયાન એરપોર્ટ સેવા જાળવી રાખવી સૌથી મોટો પડકાર હશે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે માહિતી આપી

તમને જણાવી દઈએ કે, વિદેશ પ્રધાન એંટની જે બ્લિંકને વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર સાથે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ માહિતી આપી.

વિદેશ પ્રધાન એસ જયશંકર ચાર દિવસની અમેરિકાની મુલાકાતે

જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનના કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પર તાલિબાનના કબજા વચ્ચે વિદેશ પ્રધાન એસ જયશંકર ચાર દિવસની અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન તે આતંકવાદ પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, વિદેશ પ્રધાન એસ જયશંકર આ સમયગાળા દરમિયાન ન્યૂયોર્કની મુલાકાત લેશે અને 18 અને 19 ઓગસ્ટના રોજ બે ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે.

બન્ને વિષયો ભારત માટે પ્રાથમિક

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 18 ઓગસ્ટના રોજ પ્રથમ કાર્યક્રમ 'રક્ષકોની રક્ષા: પ્રોદ્યોગિકી અને શાંતિ રક્ષા' પર ખુલ્લી ચર્ચા થશે, જ્યારે 19 ઓગસ્ટના રોજ 'આતંકવાદી કૃત્યોના કારણ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરો" પર ઉચ્ચ સ્તરીય ચર્ચા થશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બન્ને વિષયો ભારત માટે પ્રાથમિક છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનની સાથે ચીન અને પાકિસ્તાન, ઈરાને ગણાવ્યું ભાઈ

ડો. એસ જયશંકર અન્ય સભ્ય દેશોના વિદેશ પ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે

મંત્રાલયે કહ્યું કે, વિદેશ પ્રધાન આઇએસઆઇએલ દ્વારા ઉદ્ભવેલા ખતરા પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના છ મહિનાના રિપોર્ટ પર 19 ઓગસ્ટે સત્રની અધ્યક્ષતા કરશે. તેમાં જણાવાયું છે કે, ડો. એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમો દરમિયાન અન્ય સભ્ય દેશોના વિદેશ પ્રધાનો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details